Budh Asta 2023 : બુધ કુંભ રાશિમાં અસ્ત થયો, આ 4 રાશિ થઇ જાય સાવધાન
Budh Asta 2023 : ગ્રહોના રાજકુમાર, બુધને બુદ્ધિ, તર્ક અને મિત્રતાનો કારક માનવામાં આવે છે. હવે બુધ કુંભ રાશિમાં આવી ગયો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.
Budh Asta 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 27 ફેબ્રુઆરીની સાંજના સમયે શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કુંભ રાશિમાં શનિ અને સૂર્ય પહેલાથી જ બિરાજમાન છે. સૂર્ય દેવ અને બુધની યુતિને કારણે બુધાદિત્ય યોગ બનવા જઇ રહ્યો છે.
બુધાદિત્ય યોગ યોગની અસર તમામ રાશિના જાતકોના જીવન પર પડી રહી છે. હવે બુધ કુંભ રાશિમાં અસ્ત થઇ ગયો છે. આવા સમયે ઘણી રાશિઓને લાભ થશે, તો ઘણી રાશિઓને આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.

બુધ ક્યારે અસ્ત થાય છે?
ગ્રહોનો રાજકુમાર બુધ 28 ફેબ્રુઆરીની સવારે 8:30 કલાકે કુંભ રાશિમાં અસ્ત થયો છે. જે બાદ 31 માર્ચની બપોરે 2.44 કલાકે બુધ ઉદયથશે.

મિથુન રાશિઓ પર બુધ અસ્તની અસર
મિથુન રાશિમાં બુધ નવમા ભાવમાં આવી ગયો છે. મિથુન રાશિમાં પ્રથમ અને ચોથા ઘરનો સ્વામી બુધ છે. આવી સ્થિતિમાં મિથુન રાશિનાજાતકો માટે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

બિનજરૂરી રીતે કોઈની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ ન કરો
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે જરૂરિયાત કરતા વધારે મહેનત કરવી પડી શકે છે. કાર્યસ્થળમાં કોઈ બાબતને લઈને સહકર્મી સાથેવાદ-વિવાદ થઈ શકે છે. તેથી બિનજરૂરી રીતે કોઈની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ ન કરો.

સિંહ રાશિઓ પર બુધ અસ્તની અસર
સિંહ રાશિમાં બુધ સાતમા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. સિંહ રાશિમાં બુધ બીજા અને અગિયારમા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં આરાશિના જાતકોના વ્યાવસાયિક જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે.

આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે
ભાગીદારીમાં કરવામાં આવેલા વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. વિવાહિત જીવનમાં થોડીસમસ્યા આવી શકે છે.

કન્યા રાશિઓ પર બુધ અસ્તની અસર
કન્યા રાશિમાં બુધ છઠ્ઠા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. કન્યા રાશિમાં પ્રથમ અને દસમા ઘરનો સ્વામી બુધ છે. આવી સ્થિતિમાં નોકરીમાંકેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.

બદલી થઈ શકે છે
અચાનક તમારી ક્યાંક બદલી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે. આ સમયદરમિયાન તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે.

વૃશ્ચિક રાશિઓ પર બુધ અસ્તની અસર
વૃશ્ચિક રાશિમાં બુધ ચોથા ભાવમાં બેસી રહ્યો છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કાર્યસ્થળ પર ઘણીસમસ્યાઓ આવી શકે છે.

પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. વ્યાપારમાં લાભ મળવાની પૂરી સંભાવના છે. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈશકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
