Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Makar Sankranti 2021: સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી રાશિઓ પર પ્રભાવ

સૂર્યના મકરમાં પ્રવેશ કરવાથી જ બધી રાશિઓ પર આનો વિશેષ પ્રભાવ પડવાનો છે. આવો જાણીએ કઈ રાશિ પર શું પ્રભાવ રહેશે.

Makar Sankranti Effects On All Zodiac Signs: ગ્રહોના રાજા અને સમસ્ત બ્રહ્માંડને પ્રકાશમાન કરનાર ભગવાન ભાસ્કર 14 જાન્યુઆરીએ સવારે 8.19 વાગે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્ય 12 ફેબ્રુઆરીએ રાતે 9.11 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. સૂર્યના મકરમાં પ્રવેશ કરવાથી જ બધી રાશિઓ પર આનો વિશેષ પ્રભાવ પડવાનો છે. આવો જાણીએ કઈ રાશિ પર શું પ્રભાવ રહેશે.

makar
  • મેષઃ આ રાશિમાં સૂર્ય ઉચ્ચનો થાય છે માટે લાભની સ્થિતિ બની રહી છે. આર્થિક પક્ષ મજબૂત થશે. ધન આવવાના સંકેત છે. અનુભવી અને વડીલોનો સહયોદ મળી રહેશે.
  • વૃષભઃ ભાગ્યોદયની સંભાવના બનશે. આકસ્મિક રીતે ધનલાભ થશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્યો થશે. સંપત્તિ ખરીદવાના યોગ છે. પારિવારિક જીવન સુખદ રહેશે.
  • મિથુનઃ મિશ્રિત ફળદાયી રહેશે. પારિવારિક જરૂરિયાતો પર ધન ખર્ચ થશે. અષ્ટમમાં સૂર્યના આવવાથી રોગોમાં રાહત મળશે. સુખ અને સંયમમાં વૃદ્ધિ થશે. યાત્રાઓના યોગ છે.
  • કર્કઃ દાંપત્ય જીવન પ્રભાવિત થશે. ભાગીદારીમાં વેપાર-વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પ્રતિષ્ઠા વધશે. મહિલાઓને વિશેષ લાભ મળશે. આર્થિક મજબૂતી આવશે. રોગ દૂર થશે.
  • સિંહઃ આવકના નવા સાધનો મળશે. સમ્માન અને પ્રતિષ્ઠા મળશે. આરોગ્ય અંગે સતર્ક રહો. હ્રદય સંબંધી કોઈ કષ્ટ આવી શકે છે. આર્થિક-પારિવારિક સ્થિતિ સુખદ રહેશે.
  • કન્યાઃ કાર્ય વ્યવસાયમાં પ્રમોનની સંભાવના બનશે. યાત્રાઓથી ધન અર્જિત કરશો. આવકના નવા સ્ત્રોત મળશે. આરોગ્ય સારુ રહેશે. આંખો અને હાડકા સાથે જોડાયેલો કોઈ રોગ આવી શકે છે.
  • તુલાઃ સુખ મળશે. કાર્યોમાં વિકાસ થશે પરમતુ પોતાના ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવુ પડશે નહિતર કોઈ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. આરોગ્યનુ ધ્યાન રાખો. તણાવ ન લો.
  • વૃશ્ચિકઃ ભાઈબંધુઓથી સુખ મળશે. પૈતૃક સંપત્તિ મળશે. સ્વયંની ભૂમિ, ભવન ખરીદવાના યોગ છે. આરોગ્ય સુખ મળશે. આવકના સાધન મળશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.
  • ધનઃ સૂર્યનો મકર રાશિમાં ગોચર તમારા માટે સુખ-સમૃદ્ધિદાયક રહેશે. ઘર-પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ રહેશે. આરોગ્ય લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
  • મકરઃ તબિયતનુ ધ્યાન રાખવુ. અહંકારની ભાવનાનો ત્યાગ કરો. બધાને સાથે લઈને ચાલો. આંખના રોગો પરેશાન કરી શકે છે. આર્થિક મજબૂતી આવશે. પિતાનો સહયોગ મળશે.
  • કુંભઃ ખર્ચમાં વૃદ્ધિના સંકેત છે. આંખમાં ઈજા થઈ શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. સ્વવિવેકનો પ્રયોગ કરવો. પારિવારિક જીવન સુખદ રહેશે. તબિયતનુ ધ્યાન રાખો.
  • મીનઃ આવકના નવા સ્ત્રોત મળશે. આવકમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સંપત્તિ મળશે. માનસિક સુખ મળશે. તબિયત સારી રહેશે.

વિશેષઃ આ વખતે મકર સંક્રાંતિના દિવસે પંચગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ એક જ રાશિ મકરમાં રહેશે. માટે બધી રાશિવાળા જાતકોએ ખરાબ પ્રભાવમાં ઘટાડો અને શુભ પ્રભાવમાં વૃદ્ધિ માટે નવગ્રહ સ્ત્રોતનો પાઠ જરૂર કરવો. નવગ્રહ અને મંત્રોનો જાપ મુશ્કેલીઓથી રક્ષા કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X