Mahashivratri 2025 : આ લોકોએ મહાશિવરાત્રિનો ઉપવાસ ન કરવો જોઈએ, જાણી લો ઉપવાસના નિયમો
Mahashivratri 2025 : હિન્દિુ પરંપરામાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ધામધુમથી ઉજવણી કરે છે.
શિવપુરાણમાં મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતા ઉપવાસ પૂજા અર્ચનાનું અનોખુ મહત્વ દર્શાવાયુ છે. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલ ઉપવાસ કષ્ટોથી મુક્તિ અપાવે છે.

ભક્તોએ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આરાધ્ય દેવથી ઉપવાસ પૂર્ણ થાય તેવી કામના કરવી જોઈએ. જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો ઉપવાસ કોણે કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ તેના ખાસ નિયમો છે.
શિવ પુરાણમાં મહાશિવરાત્રિના વ્રતને લઈને કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે શિવજીની પૂજામાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- મહાશિવરાત્રિ વ્રત નિરાહાર અને ફલાહાર સાથે કરવામાં આવે છે. મહાશિવરાત્રિનો ઉપવાસ ગર્ભવતી મહિલા અને વૃદ્ધોએ ટાળવો જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલા અને વૃદ્ધોને સંતુલિત આહારની જરૂર હોય છે. પીરિયડ્સમાં પણ મહાશિવરાત્રિનો ઉપવાસ સ્ત્રીઓએ કરવાની મનાઈ છે.
- મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં ભક્તોએ ફક્ત એક સમય જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વ્રતના દિવસે પાચન તંત્રમાં કોઈ અપચિત ભોજન શેષ ન રહી ગયું હોય.
- શિવરાત્રીના દિવસે સવારે નિત્ય કર્મ કર્યા પછી પૂરા દિવસના ફલાહાર અથવા નિરાહાર વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ઉપવાસના સમયે ભક્તોએ તમામ પ્રકારના ભોજનથી દૂર રહેવું જોઈએ.
- આ દિવસે સ્નાનના જળમાં કાળા તલ નાખવાનું સૂચન આપવામાં આવ્યું છે. માન્યતા છે કે, શિવરાત્રિના દિવસે કરવામાં આવતા પવિત્ર સ્નાનથી દેહ અને આત્માનું શુદ્ધિકરણ થઈ જાય છે. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.
- પ્રદોષ કાળ, નિશિતા કાળ અથવા રાત્રિના ચારેય પ્રહરમાં ઘરે અભિષેક-પૂજન કરવા માટીના શિવલિંગ બનાવો અને પછી જળ અને પંચામૃતથી અભિષેક કરો.
- દૂધ, ગુલાબ જળ, ચંદનનો લેપ, દહીં, મધ, ઘી, ખાંડ, બેલપત્ર, મદારના ફૂલ ભસ્મ, ભાંગ, ગુલાલ તથા જળ વગેરે સામગ્રીઓનો ઉપયોગ કરો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
