Mahashivratri 2025 : જાણો મહાશિવરાત્રિનો પૂજા સમય, શુભ મુહૂર્ત અને વિધિ
Mahashivratri 2025 : આજે 26 ફેબ્રુઆરીએ ભારતમાં ધામધુમથી મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર દિવસે તમામ શિવભક્તો ભગવાન શિવની પૂજા-અર્ચના, જલાભિષેક અને વ્રત કરી રહ્યાં છે.
મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મનાવવામાં આવે છે. આ સમયે ત્રયોદશી પૂર્ણ થાય અને ચતુર્દશી શરૂ થાય તે મહાશિવરાત્રિ માટે સૌથી શુભ સમય ગણાય છે.

આ વર્ષે 26 અને 27 ફેબ્રુઆરી, બંને દિવસમાં શિવપૂજન માટે અલગ-અલગ મુહૂર્ત છે, જેના કારણે ઘણા લોકોમાં પૂજન સમયે સંશય છે.
મહાશિવરાત્રિ 2025: શુભ મુહૂર્ત અને પારણા સમય
- ચતુર્દશી તિથિ આરંભ: 26 ફેબ્રુઆરી સવારે 11:08
- ચતુર્દશી તિથિ સમાપ્તિ: 27 ફેબ્રુઆરી સવારે 8:54
- નિશીથ કાળ પૂજા સમય: 27 ફેબ્રુઆરી રાત્રે 12:09 થી 12:59 સુધી
- શિવરાત્રિ પારણા (વ્રત ખોલવાનું) સમય: 27 ફેબ્રુઆરી સવારે 6:48 થી 8:54 સુધી
- પ્રથમ પ્રહર પૂજા સમય: 26 ફેબ્રુઆરી સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી
- બીજો પ્રહર પૂજા સમય: 26 ફેબ્રુઆરી રાત્રે 9:26 થી 27 ફેબ્રુઆરી રાત્રે 12:34 સુધી
- તૃતીય પ્રહર પૂજા સમય: 27 ફેબ્રુઆરી રાત્રે 12:34 થી સવારે 3:41 સુધી
- ચતુર્થ પ્રહર પૂજા સમય: 27 ફેબ્રુઆરી સવારે 3:41 થી 6:48 સુધી
મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન શિવની આરાધના માટે સૂર્યને અર્પણ કરો અને શિવલિંગ પર જલ, દૂધ, ગંગાજળ અને મધથી અભિષેક કરો. ત્યાર બાદ શિવલિંગ પર ફૂલો, બેલપત્ર અને બિલ્વપત્ર ચડાવો. ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન શિવ આરતી કરો.
શિવ પૂજન દરમિયાન 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રના જાપથી વિશેષ લાભ થાય છે. શિવપૂજા અને શિવચાલીસાના પાઠ પછી શિવને ભોગ ધરાવવો અને પછી પ્રસાદ વિતરણ કરવું.
મહાશિવરાત્રિના દિવસે ભક્તો નિર્જલ ઉપવાસ રાખે છે અને માત્ર ફળાહાર કે સાત્વિક ભોજન લે છે. મહાશિવરાત્રિના વ્રતને પારણા કરવા અગત્યનું છે, જે માટે 27 ફેબ્રુઆરીની સવારે 6:48 થી 8:54 સુધી સારો સમય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
