Maha Kumbh Mela 2025 : 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે મહાકુંભ, જાણો કેમ તેનું વિશેષ મહત્વ છે?
Maha Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. મહાકુંભ માટે તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ગયો છે અને 13 જાન્યુઆરીથી શરૂ થશે.
144 વર્ષ બાદ યોજાઈ રહેલા પ્રયાગરાજ મહા કુંભ મેળાનું અનોખુ મહત્વ છે. મહા કુંભ 144 વર્ષે એક વખત યોજાય છે અને દુનિયાભરના સનાતની સાધુઓ અહીં પહોંચે છે.

જણાવી દઈએ કે, કુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે. મહા કુંભ 144 વર્ષમાં એકવાર યોજાય છે અને તેના આયોજનની તારીખ અને વર્ષ જ્યોતિષીય ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાકુંભને લઈને ઘણી ધાર્મિક કથાઓ પ્રચલિત છે.
એક પૌરાણિક માન્યતા છે કે મહાકુંભ દરમિયાન ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. પાપોનો નાશ કરવા અને મોક્ષ મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
મહા કુંભમાં મોટી સંખ્યામાં સાધુઓ, નાગા સાધુઓ અને વિવિધ અખાડાઓના લોકો ભાગ લે છે. કુંભ મેળામાં સત્સંગ, પ્રવચન અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. આ મેળામે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગ આપે છે.
દંતકથા અનુસાર, દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું હતું. મંથન દરમિયાન ઘણા રત્નો, અન્ય કિંમતી વસ્તુઓ અને અમૃત બહાર આવ્યુ. અમૃતના ઘડાને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓને અમૃત વહેંચ્યું.
આ યુદ્ધ દરમિયાન અને મોહિની સ્વરૂપે અમૃતના વિતરણ દરમિયાન અમૃત કલશમાંથી કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા. માનવામાં આવે છે કે અમૃતના આ ટીપાં ચાર સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક પર પડ્યા. આ સ્થાનો પર પડતાં અમૃતનાં ટીપાંને કારણે આ સ્થાનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેથી જ આ સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
અન્ય દંતકથા અનુસાર, રાજા ભગીરથની તપસ્યાના પરિણામે ગંગા નદી પૃથ્વી પર આવી. રાજા ભગીરથ એક મહાન અને સાચા ભક્ત હતા, જે તેમના પૂર્વજો માટે ગંગાને પૃથ્વી પર લાવવાનું મુશ્કેલ કાર્ય કરવા માંગતા હતા.
રાજાના પૂર્વજો તેમના મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મેળવી શક્યા નહીં, કારણ કે તેમના આત્માઓ પાપોથી પીડાતા હતા અને તેઓ ગંગાના પવિત્ર જળ વિના શુદ્ધ થઈ શકતા ન હતા. તેમણે તેમની તપસ્યાથી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને ગંગાને પૃથ્વી પર લાવવાની તેમની પરવાનગી માંગી. ભગીરથની તપસ્યાથી સંતુષ્ટ બ્રહ્માજીએ ગંગાને પૃથ્વી પર મોકલવાનું વચન આપ્યું.
જો કે ગંગાનો પ્રવાહ એટલો પ્રબળ હતો કે જ્યારે તે પૃથ્વી પર પહોંચે ત્યારે તબાહી સર્જાવાની શક્યતા હતી. પૃથ્વી પર ગંગાના મજબૂત પ્રવાહને નીચે લાવવા માટે ભગવાન શિવ પાસેથી મદદ લેવામાં આવી. ભગવાન શિવે ગંગાના પ્રવાહને પોતાની ઘટાઓમાં જીલી લીધી, જેથી ગંગાનો પ્રવાહ પૃથ્વી પર શાંતિથી વહી શકે.
આ પછી ગંગાએ પોતાના પ્રવાહને ભગવાન શિવની ઘટાઓમાંથી મુક્ત કર્યો અને ધીમે ધીમે પૃથ્વી પર વહેવા લાગી અને આ રીતે ગંગા નદી પૃથ્વી પર આવી. મહા કુંભ દરમિયાન ગંગામાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે ગંગાના મહત્વ અને તેની પવિત્રતાની યાદ અપાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
