Mahashivratri 2021: ભગવાન શિવને પ્રિય છે આ 11 વસ્તુઓ, જે અર્પણ કરવાથી થાય છે દરેક કામના પૂરી
આવો, જાણીએ ભગવાન શિવને પ્રિય એ 11 વસ્તુઓ વિશે જેને તમે શિવરાત્રિ પર અર્પિત કરશો તો તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે.
નવી દિલ્લીઃ ભગવાન શિવને ભોલે ભંડારી કહેવામાં આવે છે. તે પોતાના ભક્તોની માત્ર સાચી શ્રદ્ધાથી પ્રસન્ન થઈ જાય છે. શિવજીને કોઈ પૂજન સામગ્રીની જરૂર નથી હોતી. જે ભક્ત સાચા અને નિર્દોષ મનથી માનસિક રીતે કલ્પના કરીને કોઈ વસ્તુ અર્પણ કરે તો તે પ્રસન્ન થઈ જાય છે પરંતુ તેમછતાં પણ ભક્ત સાંસારિક વસ્તુઓ પોતાના આરાધ્યને અર્પિત કરવાની કામના કરે છે. આવો, જાણીએ ભગવાન શિવને પ્રિય એ 11 વસ્તુઓ વિશે જેને તમે શિવરાત્રિ પર અર્પિત કરશો તો તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે.

ભગવાન શિવને શુદ્ધ જળ સર્વાધિક પ્રિય
- જળઃ આ વાત તો સૌ જાણે છે કે ભગવાન શિવને શુદ્ધ જળ સર્વાધિક પ્રિય છે. શિવ મંદિર જતા ભક્ત તેમને સૌથી પહેલા જળ જ અર્પિત કરે છે. જળનો સીધો સંબંધ ચંદ્રથી છે. જેને શિવજી પોતાના મસ્તક પર ધારણ કરેલ છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે વિષ નીકળ્યુ ત્યારે તેનાથી સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે શિવજીએ તે વિશે પોતાના કંઠમાં ધારણ કરી લીધુ પરંતુ તેનાથી તેમના આખા શરીરમાં ભયંકર તાપ ઉત્પનન્ન થઈ ગયો જેના શાંત કરવા માટે દેવતાઓએ તેમના પર શીતળ જળ અર્પિત કર્યુ અને સ્વયં ચંદ્રદેવ શિવજીની પીડા શાંત કરવા માટે તેમના મસ્તક પર વિરાજમાન થયા માટે જે ભક્ત શિવજી પર જળ અર્પિત કરે છે તે શિવજીને પ્રસન્ન કરી લે છે. જળ અર્પણ કરવાથી આપણુ મન પ્રસન્ન થાય છે અને ચંદ્રદેવ પણ પ્રસન્ન થાય છે.
- દૂધઃ ભગવાન શિવજીની પ્રિય વસ્તુઓમાં દૂધ અને દૂધથી બનેલી મિઠાઈઓ પણ શામેલ છે. શિવજીને ગાયનુ દૂધ અર્પણ કરવાથી ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલી પીડા તો દૂર થાય છે ઉપરાંત શિવજી પ્રસન્ન થઈને સમસ્ત સુખ પ્રદાન કરે છે. દૂધ અર્પિત કરવાથી પારિવારિક કલેશ દૂર થાય છે અને સ્વજનો વચ્ચે પરસ્પર પ્રેમમાં વધારો થાય છે.
- સાકરઃ ભગવાન શિવને સાકર પ્રિય છે. મહાશિવરાત્રિ ઉપરાંત જો શિવજીને પ્રત્યેક સોમવારના દિવસે સાકર અર્પણ કરવામાં આવે તો આનાથી ધન સાથે જોડાયેલ બધા અભાવ દૂર થઈ જાય છે. આર્થિક સમૃદ્ધિમાં ઝડપથી વધારો થવા લાગે છે.

કેસર અર્પણ કરવાથી આકર્ષણમાં વધારો થાય
- કેસરઃ શિવજીને કેસર અર્પણ કરવા અને કેસરને ગંગાજળમાં મિલાવીને શિવજીને ત્રિપુંડ લગાવવા અને તેનાથી સ્વયં તિલક કરવાથી આપણા આકર્ષણ પ્રભાવમાં વધારો થવા લાગે છે. સર્વત્ર પ્રશંસા મળે છે અને જ્યાં પણ જાય છે ત્યાં લોકોને સહયોગ મળે છે.
- મધઃ શિવજીને નિત્ય મધનુ અર્પણ કરવાથી આત્મબળમાં વધારો થાય છે. વય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. શિવજીને મધ એ દંપત્તિઓએ અર્પણ કરવુ જોઈએ જે ઉત્તમ સંતાનની કામના રાખે છે. શિવજીને 41 દિવસ સુધી મધ અર્પણ કરવાથી નિઃસંતાન દંપત્તિને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
- ચંદનઃ ભગવાન વિષ્ણુની જેમ શિવજીને પણ ચંદન અતિ પ્રિય છે. શિવલિંગ પર ચંદનનો લેપ કરવાથી રાજકાર્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જન્મકુંડળીમાં બૃહસ્પતિ અને કેતુ પીડા આપી રહ્યા હોય તો આનાથી આ ગ્રહોની પીડા શાંત થાય છે. નોકરી અને વેપારમાં અડચણની સમસ્સયા દૂર થાય છે.
- ભાંગઃ ભાંગ શિવજીને અત્યંત પ્રિય છે. શિવજીને ભાંગ અર્પિત કરવાનો અર્થ છે પોતાની અંદરની બધી સમસ્યા, દોષોને શિવજી સામે સમર્પણ કરી દેવા.

આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલે
- શુદ્ધ ઘીઃ મહાશિવરાત્રિના દિવસે શિવજીને ગૌધૃતથી અભિષેક કરવો જોઈએ. આનાથી આપણા જીવનમાં નવ ગ્રહોના દોષ દૂર થાય છે. આનાથી બળ અને સાહસમાં વધારો થાય છે. અત્યંત નબળા મનુષ્ય જો પ્રત્યેક સોમવારે શિવજીને ગૌધૃત અર્પણ કરે તો તેનુ શરીર પુષ્ટ થાય છે.
- ચોખાઃ શિવજીને પ્રિય વસ્તુઓમાં ચોખા પણ શામેલ છે. શિવલિંગ પર અક્ષત અર્થાંત ચોખા અર્પિત કરવાથી એક તો શુક્ર ગ્રહ સાથે જોડાયેલી પીડા દૂર થાય છે અને બીજુ આનાથી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલે છે.
- બિલીપત્રઃ બિલીપત્ર વિના શિવપૂજા અધૂરી રહે છે. બિલીપત્ર ત્રણ નેત્રોનુ પ્રતિનિધિ છે. જો પૂજાની કોઈ સામગ્રી ન હોય અને માત્ર બિલીપત્ર હોય તો પણ સમસ્ત સામગ્રીનુ પુણ્ય મળી જાય છે. શિવજીને એક બિલીપત્ર ચડાવવાથી એક કરોડ કન્યાઓના કન્યાદાનનુ પણ્ય મળી જાય છે.
- આંકડાના ફૂલઃ શિવજીને આંકડાના ફૂલ અત્યંત પ્રિય છે. શિવજીને આંકડાનુ એક પુષ્પ અર્પિત કરવાથી એક તોલા સોનુ દાન કરવા બરાબર પુણ્ય મળે છે.












Click it and Unblock the Notifications
