પુણ્યદાયી માઘ મહિનામાં ગુરુ-પુષ્ય સંયોગ 25 ફેબ્રુઆરીએ, 6 કલાક 22 મિનિટ રહેશે પર્વકાળ
મહા મહિનામાં ગુરુ-પુષ્યનો શુભ સંયોગ આવવો અત્યંત શુભ ફળપ્રદ દિવસ છે.
Magh Purnima 2021: મહા મહિનો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને વ્રત-જપ, સંકલ્પ, દાન વગેરે કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો હોય છે. માઘ સ્નાન ઘણા લોકો કરી રહ્યા છે. એવામાં આ મહિનામાં ગુરુ-પુષ્યનો શુભ સંયોગ આવવો અત્યંત શુભ ફળપ્રદ દિવસ છે. 25 ફેબ્રુઆરી 2021એ ગુરુ-પુષ્યનો સંયોગ ત્રયોદશી તિથિમાં બની રહ્યો છે. આ દિવસે પ્રાતઃ 6.56 વાગ્યાથી બપોરે 1.18 વાગ્યા સુધી ગુરુ-પુષ્યનો પર્વકાળ રહેશે.

આ એક રીતનુ વણજોયુ મૂહુર્ત પણ કહેવામાં આવે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા માંગતા હોય, ભૂમિ, સંપત્તિ, સ્વર્ણાભૂષણ વગેરે ખરીદવા માંગતા હોય તો આ દિવસથી શ્રેષ્ઠ બીજુ કંઈ નથી. આ દિવસે પંચાંગના પાંચે અંગ, તિથિ, વાર, યોગ, નક્ષત્ર, કરણ બધા શુદ્ધ છે. આ દિવસે સ્વરાશિ કર્કનો ચંદ્ર અને કુંભનો સૂર્ય પણ આ દિવસે સર્વશ્રેષ્ઠ બનાવી રહ્યો છે. યોગ શોભન અને કરણ તૈતિલ છે.
શું કરવુ
- ગુરુ-પુષ્યના દિવસે કરવામાં આવેલ કાર્ય સ્થાયી હોય છે. માટે શુભ કાર્ય કરવા, ખરીદી કરવા માટે આ દિવસ સર્વોત્તમ હોય છે.
- આ દિવસે ભૂમિ, ભવન, સંપત્તિ, વાહન, સ્વર્ણ, ચાંદી, હીરા, ઝવેરા, આભૂષણ વગેરે ખરીદવાથી તેમાં ક્યારેય કમી નથી થતી તે વધતુ જ રહે છે.
- ગુરુ-પુષ્ય નક્ષત્રના દિવસે નવો વેપાર-વ્યવસાય પ્રારંભ કરવો, નવી નોકરી પ્રારંભ કરવી વગેરે શુભ રહે છે. જો જરૂરી હોય અને કોઈ શુભ મૂહુર્ત ન હોય તો ગુરુ-પુષ્યમાં સગાઈ, લગ્ન વગેરે માંગલિક કાર્ય પણ કરવાના નિર્દેશ શાસ્ત્રોમાં મળે છે.
- નવરત્ન ધારણ કરવા માટે ગુરુ-પુષ્યનો સંયોગ ઉત્તમ હોય છે. આ દિવસે કોઈ પણ ગ્રહનુ રત્ન ધારણ કરી શકાય છે.
- જે યુવક-યવતીઓના લગ્ન અડચણ આવી રહી હોય તે ગુરુ-પુષ્યના દિવસે કેળાના વૃક્ષની જડ કાઢીને તેને ગંગાડળથી ધોઈને હળદરમાં લપેટીને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખે તો લગ્નની અડચણો દૂર થાય છે.
- જન્મકુંડળીમાં ગુરુ ખરાબ પ્રભાવ આપી રહ્યા હોય તો આ દિવસે સવા કિલો ચણાન દાળમાં સવાસો ગ્રામ હળદરની ગાંઠ મૂકીને વિષ્ણુ ભગવાનના મંદિરમાં દાન કરવુ.
- આ દિવસે ગુરુનુ રત્ન પોખરાંજ ધારણ કરવાથી ગુરુ સાથે જોડાયેલ અશુભ પ્રભાવ દૂર થાય છે. ગુરુ પુષ્યના દિવસે સ્વર્ણનુ જળ તુલસીમાં અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તુલસીનો છોડ પણ લીલોછમ થઈ જાય છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
