પોતાના મૂલાંકથી જાણો તમારા લવ મેરેજ થશે કે અરેન્જ?
અહીં અમે તમને તમારા મૂલાંકના આધારે તમારી તમારા લગ્ન સાથે જોડાયેલા અમુક ગૂઢ રહસ્યો વિશે જણાવીશુ. તો આવો જાણીએ.
નવી દિલ્લીઃ કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે એટલે કે જે પણ વ્યક્તિ આ દુનિયામાં આવે છે તેનો ભાવિ જીવનસાથી પહેલેથી જ નક્કી હોય છે. વયો-વૃદ્ધો કહી ગયા છે કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે કોઈને કોઈ રીતે એકબીજા સાથે નસીબ જોડાઈ જાય છે. દરેક યુવક અને યુવતીના મનમાં પોતાના લગ્નને લઈને ઘણા સવાલ હોય છે. કોઈ અરેન્જ મેરેજ કરવા માંગે છે તો કોઈને લવ મેરેજ કરવા હોય છે. જો કે, ભાગ્યમાં શું છે એ કોઈ નથી જાણતુ.
જો તમે પણ પોતાના લગ્નને લઈને ઉત્સુક હોય અને તમે એ જાણવા માંગતા હોય કે તમને પોતાનો જીવનસાથી કેવો મળશે એટલે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ તો અમારો આ લેખ આખો જરુર વાંચો. અહીં અમે તમને તમારા મૂલાંકના આધારે તમારી તમારા લગ્ન સાથે જોડાયેલા અમુક ગૂઢ રહસ્યો વિશે જણાવીશુ. તો આવો જાણીએ.

શું છે મૂલાંક?
મૂલાંક આપણી જન્મ તારીખને જોડીને કાઢવામાં આવે છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 25 તારીખે થયો હોય તો 2+5 ડ જોડીને 7 અંક બને એટલે કે તમારો મૂલાંક 7 છે. એ જ રીતે જો તમે 4 તારીખે જન્મ્યા હોય તો તમારો મૂલાંક 4+0=4 થશે.

1 મૂલાંકઃ પોતાની ફીલિંગ્સ વ્યક્ત નથી કરી શકતા
આ મૂલાંકના જાતકો આમ તો દરેક વસ્તુમાં આગળ રહેવાનુ પસંદ કરે છે પરંતુ વાત જ્યારે પ્રેમની આવે ત્યારે એ પાછા હટી જાય છે. જો તેમને પ્રેમ પણ થઈ જાય તો તે ખુલીને પોતાના દિલની વાત કહી નથી શકતા અને આ ચક્કરમાં ઘણુ મોડુ થઈ જાય છે. એવામાં તેમના લવ મેરેજ થવાનુ તો મુશ્કેલ છે.

2 મૂલાંકઃ પ્રેમમાં નથી મળતી સફળતા
પ્રેમ-મહોબ્બત બાબતે 2 મૂલાંકવાળા થોડા અનલકી હોય છે. તેમને પાર્ટનર સાથે બનતુ નથી. ઘણીવાર તેમની વચ્ચે વૈચારિક મતભેદ થતા રહે છે. જો તેમના અરેન્જ મેરેજ થાય તો તે બહુ સારા લાઈફ પાર્ટનર સાબિત થાય છે.

3 મૂલાંકઃ ખુલ્લા વિચારોવાળા હોય છે
આ મૂલાંકના લોકો કોઈની દખલઅંદાજી વિના, પૂરી સ્વતંત્રતાથી પોતાનુ જીવન જીવવાનુ પસંદ કરે છે. એ પોતાના જીવનસાથીને ખુદ પસંદ કરે છે. તેમના લવ મેરેજ થવાની સંભાવના વધુ હોય છે.

4 મૂલાંકઃ પ્રેમ માટે નથી રહેતા વધુ ગંભીર
4 મૂલાંકના લોકો ખૂબ જ અહંકારી માનવામાં આવે છે. ઘણીવાર તેમનો અહંકાર તેમના સંબંધોમાં વચ્ચે આવે છે. એ પ્રેમ તો કરે છે પરંતુ તેને નિભાવતા નથી. એટલે કે એ પોતાની લવ લાઈફને લઈને વધુ ગંભીર નથી રહેતા.

5 મૂલાંકઃ સંબંધોમાં રાખે છે વિશ્વાસ
5 મૂલાંકના જાતકોના જો અરેન્જ મેરેજ થાય તો તે સાચા દિલથી પોતાના સંબંધને નિભાવે છે. પોતાના જીવનસાથી સાથે એ ખભેથી ખભો મિલાવીને ચાલે છે. તેમના લવ મેરેજ પણ સફળ થાય છે.

6 મૂલાંકઃ રોમેન્ટીક મિજાજના હોય છે
આ મૂલાંકના લોકો ખૂબ સુંદર કદ-કાઠીના હોય છે. તેમનાથી લોકો સરળતાથી આકર્ષિત થઈ જાય છે. તેમના પ્રેમ લગ્ન થવાની સંભાવના વધુ હોય છે. જો કે, તે ફ્લર્ટ કરવામાં માહિર હોય છે. તેમની આ આદતના કારણે એ સારો લવ મેટ પણ ગુમાવી દે છે.

7 મૂલાંકઃ જલ્દી થઈ જાય છે બોર
7 મૂલાંકવાળા જાતકોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે એ એક જગ્યાએ લાંબો સમય ટકી શકતા નથી. તેમને પોતાના જીવનમાં બદલાવ ગમે છે. તેમની રોમેન્ટીક લાઈફ વધુ સારી નથી હોતી. જો કે, એ જો નક્કી કરી લે કે તેમને લવ મેરેજ કરવા છે તો એ પોતાના નિર્ણયથી પાછા નથી હટતા.

8 મૂલાંકઃ પ્રેમ-મહોબ્બતથી ભાગે છે દૂર
આમ તો 8 મૂલાંકના લોકો પ્રેમના ચક્કરમાં પડવાનુ પસંદ નથી કરતા પરંતુ જો તેમને કોઈનાથી પ્રેમ હોય તો તે સાચા દિલથી પોતાના સંબંધોને નિભાવે છે. જો તેમના લવ મેરેજ થાય તો તેમનુ લગ્નજીવન ખુશહાલ રહે છે.

9 મૂલાંકઃ જિદ્દી સ્વભાવ આવે છે સંબંધો વચ્ચે
આ મૂલાંકના જાતકો ગુસ્સાવાળા અને જિદ્દી માનવામાં આવે છે. પોતાની આગળ તે કોઈનુ સાંભળતા નથી. તેમની રોમેન્ટીક લાઈફ ઉતાર-ચડાવવાળી રહે છે. તે અરેન્જ મેરેજ કરવાનુ પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
