Vastu Tips: આ દિશામાં મોઢું રાખી ક્યારેય રસોઇ ન કરવી
શું તમે જાણો છો કઈ દિશામાં મોઢું રાખી રસોઈ કરવી જોઈએ?રસોડાને લગતા વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપયોગી નિયમોઅહીં વાંચો
ઘણા લોકો ઘર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રના જાણકારની સલાહ લેતા હોય છે. કહેવાય છે કે, ઘરને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવાથી ઘરની અનેક તકલીફો દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ખૂબ મહત્વ આપ્યું છે. આપણા ઘરમાં અનેક વાસ્તુદોષ રસોડા સાથે જોડાયેલા હોવાનું મનાય છે. જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરી રસોઈ કરવામાં આવે તો તે ઘણું શુભ રહે છે. આજે અમે તમારા માટે રસોઈઘર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેને લગતા વાસ્તુશાસ્ત્રના નિયમો વિશે માહિતી આપીશું, જેનો ઉપયોગ કરી તમે ઘરના અનેક દોષોને દૂર કરી શકો છો.

અશુભ સંકેત
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રસોઈ બનાવતી વખતે ઘરની સ્ત્રીએ કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી સામાન્ય નિયમ છે કે, ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી રસોઈ કરવી નહિં. આમ કરવાથી ઘરની શાંતિ ભંગ થાય છે. પ્રયત્ન કરવો કે ઘરની સ્ત્રી આ દિશામાં મોઢું રાખી રસોઈ ન કરે.

લડાઇ-ઝગડા થાય છે
જો ઘરની કોઈ સ્ત્રી દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી રસોઈ કરે તો ઘરમાં લડાઈ-ઝગડા વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ ગણવામાં આવ્યું છે. ઘરની સુખ-શાંતિ માટે રસોઇ બનાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.

બીમારીઓ
રસોઈ બનાવતા પહેલા નહાઈને સાફ રહેવું પણ તેટલું જ અગત્યનું છે. જો ઘરની સ્ત્રી આ દક્ષિણ દિશા તરફ મોઢું કરી રસોઈ બનાવે છે તો તેને અનેક રોગોનો સામનો કરવો પડે છે. ઘરની સ્ત્રી માટે પણ તે અત્યંત અશુભ ગણાય છે. ઘરના લોકોને પણ બિમારીઓનો સમાનો કરવો પડે છે. ઘરના લોકોને ચામડી અને હાડકાના રોગો થાય છે.

આ દિશા તરફ મોઢું રાખી બનાવવી રસોઈ
ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે અને તમારા ઘરના દરેક સભ્યોનું આરોગ્ય સારું રહે તે માટે ઘરની સ્ત્રીએ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને રસોઈ કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશા તરફ મોઢું રાખી રસોઈ કરવું શુભ ગણાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ઘરની રસોઈ પૂર્વ દિશામાં હોવી શુભ મનાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
