રાશિ પ્રમાણે જાણો, તમને ગમતા વ્યક્તિ કેવી રીતે દર્શાવશે પ્રેમ
જ્યોતિષ શાસ્ત્રની મદદથી તમે જાણી શકો છો કે, જેને તમે પ્રેમ કરો છો, તે તમારા દિલની વાત જાણીને કેવું રિએક્ટ કરશે ? કેટલાક લોકો ખૂબ જ ગાઢ પ્રેમ કરે છે, તો પ્રેમમાં કેટલાકને પાંખો લાગી જાય છે.
જ્યોતિષ શાસ્ત્રની મદદથી તમે જાણી શકો છો કે, જેને તમે પ્રેમ કરો છો, તે તમારા દિલની વાત જાણીને કેવું રિએક્ટ કરશે ? કેટલાક લોકો ખૂબ જ ગાઢ પ્રેમ કરે છે, તો પ્રેમમાં કેટલાકને પાંખો લાગી જાય છે. ચાલો જાણીએ પ્રેમ વિશે તમારી રાશિ શું કહે છે.

મેષ (21 માર્ચ – 20 એપ્રિલ)
આ રાશિના જાતકો તાકાતવાન હોય છે. પ્રેમ હોય કે યુદ્ધ તેઓ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરે છે. આ રાશિના જાતકો પઝેસિવ પણ હોય છે. તેઓ તમને તમારા મિત્રોથી દૂર રાખે છે. તેનું કારણ છે તેમનો જબરજસ્ત પ્રેમ. આ રાશિના જાતકોને પ્રેમ દર્શાવતા થોડો સમય લાગે છે.

વૃષભ (21 એપ્રિલ – 20 મે)
વૃષભ રાશિના જાતકો પોતાના પ્રેમમે થોડો નોર્મલ રાખે છે. તેમને પ્રેમનો અહેસાસ થવામાં વાર લાગે છે. જો કે તેઓ ખૂબ જ પ્રામાણિક સાથીદાર સાબિત થાય છે. જો તેઓ કોઈને પોતાના દિલની વાત કહી દે તો સમજો કે તેઓ સાચો પ્રેમ કરે છે.

મિથુન (21 મે – 20 જૂન)
મિથુન રાશિના જાતકો પોતે કશું નથી કહેતા. તેમનું પોતાની લાગણીઓ પર નિયંત્રણ હોય છે. જ્યારે તેઓ પોતાની લાગણીઓને લઈને સંતુષ્ટ થઈ જાય ત્યારે જ કશુંક બોલે છે. તેમને પોતાના પાર્ટનર્સને સરપ્રાઈઝ આપવી ગમે છે.

કર્ક (21 જૂન – 22 જુલાઈ)
કર્ક રાશિના જાતકો કોઈના પર સહેલાથી ભરોસો નથી કરતા. તેમના સાચા મિત્રો ખૂબ જ ઓછા હોય છે. તેઓ પોતાની લાગણીઓ પણ વ્યક્ત નથી કરતા. શક્ય છે કે તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે તમને પત્ર લખે કે પછી કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જાય.

સિંહ ( 23 જુલાઈથી 22 ઓગસ્ટ)
સિંહ રાશિના જાતકો પણ પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખે છે. નક્કી થવા પર જ પોતાના મનની વાત જાહેર કરે છે. તેમનામાં ઈગો વધુ હોય છે. એટલે તેઓ પોતાના દિલની વાત ખુલીને નથી કહી શકતા. તેઓ પોતાના પાર્ટનર સાથે વધુમાં વધુ સમય વીતાવવા ઈચ્છે છે અને તેમને ગિફ્ટ આપીને પ્રેમ દર્શાવે છે.

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
કન્યા રાશિના જાતકો રોમેન્ટિક હોય છે. તેઓ પોતાના પાર્ટનર માટે રોમેન્ટિક માહોલ બનાવીને પ્રેમ દર્શાવે છે. તેમને પ્રેમનો એકરાર કરવો ખૂબ પસંદ છે. કામમાં પાર્ટનરની મદદ કરીને કે પછી તેમના માટે ખાવાનું બનાવીને આ રાશિના જાતકો પાર્ટનરને ખુશ કરે છે.

તુલા (23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર)
તુલા રાશિના જાતકો પ્રેમથી વાત કરે છે. રોમાન્સના મામલે તેઓ પેશનેટ હોય છે. પરંતુ તેમને ડરપોક પણ કહી શકાય. પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે તેઓ તમારી સાથે મૂવી જોવા જઈ શકે છે. કે પછી ઘૂંટણ પર બેસીને તમને પ્રપોઝ કરી શકે છે.

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
ધન રાશિના જાતકો બીજાની ભાવનાઓની પરવા કર્યા વગર પોતાના મનની વાત કહી દે છે. પરંતુ જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે તો સતર્ક થઈ જાય છે. અને પોતાના શબ્દોને જોખી જોખીને બોલે છે. તેમના માટે પ્રેમ કોઈ એડવેન્ચરથી ઓછો નથી. જો તેઓ તમને ક્યાંક ટ્રીપ પર જવાનું કહે તો સમજો કે તેઓ તમને ખૂબ જ પ્રેમ કરે છે.

મકર (22 સપ્ટેમ્બર – 19 જાન્યુઆરી)
મકર રાશિના લોકો જિંદગીને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તેઓ ઝડપથી બીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે, પરંતુ પ્રેમમાં જલ્દી નથી પડતા. તેઓ ધીરે ધીરે પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે. જ્યારે તેમને ગાઢ પ્રેમ થાય ત્યારે તેઓ એકરાર કરે છે. કેટલીકવાર ગિફ્ટ આપવી કે તમારી સાથે લોન્ગ ડ્રાઈવ પર જવું આ રાશિના જાતકોની પ્રેમ દર્શાવવાની રીત છે.

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
કુંભ રાશિના લોકો જેની ચિંતા કરે છે, તેમને ક્યારેય એકલા નથી છોડતા. કપડા, જ્વેલરી વગેરે મામલે તે તમને સલાહ આપે છે. પ્રેમ અને કમિટમેન્ટ મામલે આ રાશિના લોકો અલગ હોય છે. તેઓ સહેલાઈથી તમને પોતાના મનની વાત નહીં કહે.

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
મીન રાશિના લોકો બિલકુલ રોમેન્ટિક નથી હોતા. પ્રેમ દર્શાવવામાં પણ તેઓ પાછળ રહી જાય છે. પોતાનો પ્રેમ દર્શાવવાની તેમની અલગ જ રીત હોય છે. તેઓ અડધી રાત્રે ફોન કરીને તમારું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
