Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો, એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે, આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે, વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વળી, આજે ક્યાંક કૌમુદી ઉત્સવ મનાવવામાં આવે છે.

ઋતુઓનો રાજા છે વસંત
વસંત આવતા જ પ્રકૃતિનો કણ-કણ ખીલી ઉઠે છે. માનવ તો શું પશુ-પક્ષી પણ ઉલ્લાસથી ભરાઈ જાય છે. રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. પ્રાચીનકાળથી તેને જ્ઞાન અને કલાની દેવી મા સરસ્વતીનો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે. જે શિક્ષણવિદ ભારત અને ભારતીયતાથી પ્રેમ કરે છે, તે આ દિવસે મા શારદાની પૂજા કરીને તેમને હજુ વધુ જ્ઞાની બનાવવાન પ્રાર્થના કરે છે.

પૌરાણિક મહત્વ
માન્યતા છે કે જ્યારે રાવણ દ્વારા સીતાના હરણ બાદ શ્રીરામ મા સીતાને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા, અહીં શબરી નામની ભીલ રહેતી હતી. જ્યારે રામ તેમની કુટિરમાં પધાર્યા તો તે શાનભાન ભૂલી બેઠી અને ચાખી ચાખીને મીઠા બોર રામજીને ખવડાવવા લાગી. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા. એ ક્ષેત્રના વનવાસી આજે પણ એક શિલાને પૂજે છે, જેના માટે તેમની શ્રદ્ધા છે કે શ્રીરામ અહીં આવીને બેઠા હતા,ત્યાં શબરી માતાનુ મંદિર પણ છે.

વીર પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે...
વસંત પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે. તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ઘોરીને 16 વાર પરાજીત કર્યો અને ઉદારતા બતાવીનેદર વખતે જીવિત છોડી દીધો પરંતુ જ્યારે સત્તરમી વાર તે પરાજિત થયા તો મોહમ્મદ ઘોરીએ તેમને ના છોડ્યા. તે તેમને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા અને તેમની આંખો ફોડી દીધી. ત્યારબાદની ઘટના તો જગપ્રસિદ્ધ જ છે. મોહમ્મદ ઘોરીએ મૃત્યુદંડ આપતા પહેલા તેમના શબ્દભેદી બાણનો કમાલ જોવા ઈચ્છતા હતા. પૃથ્વીરાજના સાથી કવિ ચંદબરદાઈ સાથે ચર્ચા પર ઘોરીએ ઉંચા સ્થાને બેસીને સંકેત આપ્યો. ત્યારે ચંદબરદાઈએ પૃથ્વીરાજને સંદેશ આપ્યો.
ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ.
તા ઉપર સુલ્તાન હે, મત ચૂકો ચૌહાન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
