Kanwad Yatra 2023: શું છે કાવડ યાત્રા? અહીં જાણો તેના પ્રકાર, મહત્વ અને નિયમ
Kanwar Yatra 2023: પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમે ભગવા વસ્ત્રો પહેરેલા શિવભક્તોને કાવડ લઈને રસ્તાઓ પર 'બમ-બમ ભોલે' ના નારા લગાવતા હવે જોશો. તમને જણાવી દઈએ કે શિવ ભક્તો કાવડમાં હરિદ્વાર-ઋષિકેશથી ગંગા જળ લાવવા નીકળે છે અને ત્યાંથી જળ લાવીને શિવલિંગ પર અભિષેક કરે છે.
માનવામાં આવે છે કે આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે, પહેલુ તો એ કે તે પગપાળા યાત્રા હોય છે અને બીજું તમે રસ્તામાં ક્યાંય કાવડને જમીન પર પણ મૂકી શકતા નથી.

તમને જણાવી દઈએ કે ભક્તો જે કાવડ લઈ જાય છે તે વાંસનું બનેલું હોય છે, જેના બંને છેડે ઘડા બાંધેલા હોય છે, જેમાં તેઓ ગંગાજળ ભરીને શિવલિંગનો અભિષેક કરે છે.
કાવડ યાત્રાના પ્રકાર
સામાન્ય કાવડ યાત્રાઃ આ યાત્રામાં કાવડિયાઓ ગમે ત્યાં રોકાઈ શકે છે, આરામ કરી શકે છે અને પોતાની અનુકૂળતા મુજબ કાવડને લટકાવી પણ શકે છે.
ડાક કાવડ યાત્રાઃ આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે, આમાં ભક્તો કાવડને સતત લઈ જતા રહે છે અને જ્યાં સુધી તેઓ શિવલિંગને ગંગાના જળથી અભિષેક ન કરે ત્યાં સુધી રોકાતા નથી.
ઉભી કાવડઃ આ યાત્રામાં યાત્રી સાથે તેનો સહાયક પણ હોય છે, જે પોતે થાકી જાય ત્યારે કાવડને ઉપાડે છે.
દાંડી કાવડઃ આ યાત્રામાં યાત્રિકો દંડવત કરતા-કરતા શિવ મંદિરે પહોંચે છે.
કાવડ યાત્રાના નિયમ
- કોઈ પણ કાવડિયા તેના કાવડને સ્નાન કર્યા વિના સ્પર્શી શકતા નથી.
- પ્રવાસ દરમિયાન દારૂ, માંસાહારી અને તામસિક આહાર ન લેવો જોઈએ.
- યાત્રા દરમિયાન દરેક વ્યક્તિનું શરીર અને મન સ્વચ્છ અને શિવની ભક્તિમાં મગ્ન હોવું જોઈએ.
- કાવડને જમીન પર રાખવાની મનાઈ છે.
- કાવડને ચામડાથી દૂર રાખવુ.
- કાવડ યાત્રા પગપાળા યાત્રા છે, આ દરમિયાન વાહનોનો ઉપયોગ કરી શકાતો નથી.
- કાવડને ફક્ત બનાવેલા શિબિરોમાં લટાવવી, તેને કોઈ ઝાડ પર લટકાવવી નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
