Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે વાંસળીનો ઉપાય કરતી વખતે લાભના બદલે નુકશાન ના થઈ જાય, આ વાતનુ રાખો ધ્યાન
Flute Remedies: હિન્દુ સંસ્કૃતિનો વિશેષ તહેવાર જન્માષ્ટમી આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસની ભવ્યતા કૃષ્ણ મંદિરોમાં અને ખાસ કરીને ઈસ્કોન મંદિરોમાં જોઈ શકાય છે.
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાની સાથે કાન્હાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય પણ કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પસંદ છે. જન્માષ્ટમીના દિવસે વાંસળી સંબંધિત કેટલાક ઉપાય કરી શકાય છે જેનાથી મેળવી શકાય છે કાન્હાના વિશેષ આશીર્વાદ.

વાસ્તુ દોષોથી મુક્તિ મેળવવા
જન્માષ્ટમીના દિવસે ઘરમાં વાંસળી લાવવી. રાત્રે કૃષ્ણની પૂજામાં કૃષ્ણના ચરણોમાં વાંસળી અર્પણ કરો અને બીજા દિવસે તે વાંસળીને ઘરની પૂર્વ દિવાલ પર ત્રાંસી લગાવી દો.
વેપારમાં નફો મેળવવા
લાકડાની વાંસળીને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને વેપારમાં લાભ થાય છે. જો તમારી પાસે દુકાન છે તો ત્યાં પણ વાંસળી રાખવાથી ફાયદો થશે.
નકારાત્મક ઉર્જા દૂર કરવા
જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા હતા ત્યારે દરેક જણ સંમોહિત અને શાંત થઈ જતા હતા. તેમની વાંસળીના સૂર સમગ્ર વાતાવરણમાં મધુરતા ઉમેરતા હતા. ઘરમાંથી નકારાત્મકતા અને તણાવપૂર્ણ વાતાવરણને દૂર કરવા માટે શ્રી કૃષ્ણને ચાંદીની વાંસળી ચઢાવો. જો ચાંદી શક્ય ન હોય તો ઘરના મંદિરમાં કાન્હાને લાકડાની વાંસળી ચઢાવો. જન્માષ્ટમી પૂજા પછી આ વાંસળીને ઘરના મુખ્ય ભાગમાં ક્યાંક મૂકી દો.
દામ્પત્ય જીવનમાં સુખ મેળવવા
શ્રી કૃષ્ણ અને તેમની વાંસળીને વિવાહિત જીવનમાં ખુશીઓ માટે પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. વિવાહિત જીવનમાં બધું ઠીક કરવા અને પ્રેમ વધારવા માટે તમારા બેડરૂમમાં વાંસળી રાખો. તેનાથી વિવાહિત જીવન મધુર બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
