આ ગ્રહોની દશાઓમાં મળે છે પ્રમોશન, બદલાઈ જાય છે જિંદગી
કુંડળી જોઈને જીવનમાં સફળતાના સમયનુ અનુમાન લગાવી શકાય છે. અમે અહીં અમુક ગ્રહોની દશાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે જે સફળતા સુનિશ્ચિત કરે છે...
નવી દિલ્લીઃ વ્યવસાય કે નોકરી શરૂ કર્યા બાદ સૌથી મોટી ચિંતા તેમાં સફળતા મળવા કે પ્રમોશન મેળવવાની હોય છે. ઘણી વાર કઠોર મહેનત કર્યા પછી પણ યોગ્ય ફળ નથી મળી શકતુ જ્યારે અમુક લોકો થોડા પ્રયત્નોમાં જ સફળતાના શિખરે પહોંચી જાય છે. હાલમાં કેન્દ્ર સરકારમાં ઘણા ચહેરાઓએ પહેલી વાર મંત્રી પદ મેળવ્યુ. આ રીતે અચાનક કોઈ મોટા પદ પર પહોંચવાનુ કારણ કુંડળીમાં બનતા યોગ અને અમુક ખાસ ગ્રહોની દશાઓ હોય છે માટે કુંડળી જોઈને જીવનમાં સફળતાના સમયનુ અનુમાન લગાવી શકાય છે. અમે અહીં અમુક ગ્રહોની દશાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે જે સફળતા સુનિશ્ચિત કરે છે...

લગ્નેશ, દશમેશ અને ઉચ્ચના ગ્રહ
જીવનમાં પ્રગતિ માટે લગ્નેશ, દશમેશ અને ઉચ્ચના ગ્રહોની દશાઓ મહત્વપૂર્ણ હોય છે. આ દશાઓમાં પ્રમોશન મળે છે, કમાણી વધે છે અને વેપારીઓને સફળતા મળે છે. જો આ દશાનાથોનો સંબંધ સપ્તમ ભાવ કે સપ્તમેશથી બની જાય તો સફળતા મળવાની સંભાવનાઓ ખાસ્સી મજબૂત બની જાય છે.
અમાત્યકારકની દશા
જેમિની જ્યોતિષ એટલે કે ચર દશામાં રાહુ-કેતુને છોડીને જે ગ્રહ અંશો(કલા, વિકલા સહિત)ના આધારે બીજા નંબરે આવે છે તેને અમાત્યકારક ગ્રહ કહેવામાં આવે છે. આજીવિકા મેળવવા અને પ્રગતિમાં અમાત્યકારક અને તેનાથી પ્રભાવિત ગ્રહોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
યોગ્ય ગોચર
ઉપર જણાવેલ દશાઓ તો મહત્વપૂર્ણ છે પરંતુ સફળતા મેળવવા માટે ગોચરનો સહયોગ પણ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે દશાનાથો પર ગોચરનો પ્રભાવ મહત્વપૂર્ણ હોય છે. વ્યવસાયિક સફળતા માટે ગોચરના દશાનાથની કુંડળીના મહત્વપૂર્ણ સ્થાનો જેવા દશમ ભાવ કે દશમેશ, ષષ્ઠ ભાવ કે ષષ્ઠેશ અને લગ્ન કે લગ્નેશને જરૂર પ્રભાવિત કરવો જોઈએ. આ દશા વિશેષમાં ઈચ્છિત ફળ મળવાની સંભાવનાઓ વધી જાય છે.
વર્ગ કુંડળીઓનુ અધ્યયન
કુંડળી જોવાથી પ્રથમ દ્રષ્ટિએ મોટી-મોટી માહિતીઓ મળી જાય છે પરંતુ સૂક્ષ્મ માહિતીઓ મેળવવા માટે વર્ગ કુંડળીઓનુ અધ્યયન મહત્વનુ છે. માટે જન્મ કુંડળી, નવાંશી અને દશમાંશનુ અધ્યયન કરવુ જોઈએ. તેના વિના ઘણીવાર અનુમાન ખોટુ થઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
