સફળ થવુ હોય તો આ કામ ક્યારેય ન કરવા, જાણો શું કહે છે ગરૂડ પુરાણ?
ભારતીય શાસ્ત્રોમાં જીવન જીવવા માટેની પ્રેરણાઓ મળે છે. ધાર્મિક માન્યતાઓ સાથે શાસ્ત્રો લોકોને સારી રીતે જીવન જીવવાની પ્રેરણા આપે છે. આવુ જ એક ભારતીય શાસ્ત્ર ગરૂડ પુરાણ છે. ગરૂડ પુરાણમાં માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ બાબતોનું જીણવટપુર્વક વર્ણન મળે છે.

ગરુડ પુરાણમાં કુલ 271 અધ્યાય અને 18 હજાર શ્લોક છે. આ શાસ્ત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. ગરુડ પુરાણના પ્રથમ ભાગને પૂર્વખંડ અને બીજા ભાગને ઉત્તરાખંડ કહેવાય છે. તેના પ્રથમ ભાગમાં, શ્રી હરિ વિષ્ણુ પક્ષીરાજ ગરુડને પૂજાના નિયમો અને પદ્ધતિઓ વિશે સમજાવે છે અને બીજા ભાગમાં વિવિધ નરકનો ઉલ્લેખ છે.
સુખી જીવન જીવવા અને સફળતા માટે ગરુડ પુરાણમાં ઘણી રહસ્યમય વાતોનો ઉલ્લેખ છે. આમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે સફળતાના માર્ગમાં અવરોધ ઉભો કરે છે. જો તમારે સફળ થવું હોય તો આ બાબતોથી દુર રહેવુ પડશે.
ક્રોધ
ગુસ્સો એ અસાધ્ય રોગ કહેવાય છે. વ્યક્તિના આ સ્વભાવથી સારો સંબંધ અને સુખી પરિવાર બરબાદ થઈ શકે છે. એટલા માટે ક્રોધ કે ગુસ્સાથી દૂર રહો. ખાસ જ્યારે તમે તમારા જીવનમાં સફળતાના તબક્કે હોવ અથવા સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમારે ગુસ્સો છોડી દેવો જોઈએ. સરળ અને શાંત સ્વભાવની વ્યક્તિ સફળ થાય છે.
આળસ
આળસ ફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. આ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો આળસને છોડવી પડશે. તો જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો.
ચિંતા
કોઈ પણ બાબતો વિશે વિચારવુ સારી બાબત છે પરંતુ વધારે પડતી ચિંતા તણાવ પેદા કરે છે. ચિંતા કરનાર વ્યક્તિ ધીમે ધીમે પોતાને બરબાદ કરી દે છે. ખાસ કરીને એવા લોકો જે નાની નાની બાબતોની ચિંતા કરે છે. આવા લોકો પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સફળતા માટે ચિંતાથી દુર રહો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
