જો તમારા ગ્રહની આવી છે સ્થિતિ, તો થઈ શકે છે વિદેશ યાત્રા
ગ્લોબલ ઈકોનોમીની સમયમાં આજકાલ વિદેશ જવું મોટી વાત નથી રહી. ફક્ત નોકરી અને બિઝનેસના સિલસિલામાં જ નહીં પરંતુ લોકો આજકાલ ટુરિઝમ માટે પણ વિદેશ પ્રવાસ કરતા રહે છે.
ગ્લોબલ ઈકોનોમીની સમયમાં આજકાલ વિદેશ જવું મોટી વાત નથી રહી. ફક્ત નોકરી અને બિઝનેસના સિલસિલામાં જ નહીં પરંતુ લોકો આજકાલ ટુરિઝમ માટે પણ વિદેશ પ્રવાસ કરતા રહે છે. છેલ્લા ઉનાળામાં જ ભારતમાંથી લાખો લોકો પરિવાર સાથે વિદેશ ગયા હશે. પરંતુ બીજો પક્ષ એ છે કે મોટા ભાગના લોકો વિદેશ પ્રવાસ અંગે લાંબા સમય સુધી વિચારતા જરહી જાય છે, પ્લાન બનાવે છે, પરંતુ સફળ નથી થતા. દર વખતે તેમનો પ્રવાસ કોઈને કોઈ કારણે અટકી જાય છે. આ વાતને જો જ્યોતિષીય પક્ષથી જોઈએ તો તેના જુદા જુદા પહેલુ છે. આખરે એ કયા યોગ હોય છે, જેનાથી વિદેશ પ્રવાસ શક્ય બને છે.
આ પણ વાંચો: આ ઉપાય જાણીને તમે પણ ઓશિકા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખશો

વિદેશમાં જોબ કે વિદેશ યાત્રાનો યોગ
જ્યોતિષ પ્રમાણે જોઈએ તો આપમી જન્મકુંડળીમાં બનેલા કેટલાક વિશેષ ગ્રહ યોગ જ આપણા જીવનમાં વિદેશમાં નોકરી કે વિદેશ પ્રવાસના યોગ બનાવે છે. વિદેશ પ્રવાસ અંગે માહિતી મેળવવા માટે જન્મકુંડળીના દસમા અને 12મા ભાવનો વિચાર કરવામાં આવે છે. આપણી જન્મકુંડળીમાં 12મા ભાવનો સંબંધ વિદેશ સાથે છે. સામાન્ય ભાષામા તેને વ્યય ભાવ કહેવામાં આવે છે, જેના પતી વિદેશ યાત્રા અંગે પરફેક્ટ અનુમાન લગાવી શકાય છે. ગ્રહની વાત કરીએ તો ચંદ્રને વિદેશ યાત્રાનો નૈસર્ગિક ગ્રાહક ગ્રહ મનાયો છે. કુંડળીનો દશમ ભાવ તમારી આજીવિકાને વ્યક્ત કરે છે અને શનિ આજીવિકાનો નૈસર્ગિક કારક ગ્રહ હોય છે. એટલે વિદેશ યાત્રા માટે કુંડળીનો બારમો ભાવ, ચંદ્રમા, દશમ ભાવ અને શનિનું વિશેષ મહત્વ હોય છે.

આ ગ્રહ કરાવે છે વિદેશ યાત્રા
- જો લગ્નનો સ્વામી બારમા ભાવમાં અને બારમા ભાવનો સ્વામી લગ્નમાં હોય તો વિદેશ યાત્રા શક્ય છે
- શનિ આજીવિકાનો કારક ગ્રહ છે, એટલે કુંડળીમાં શનિ અને ચંદ્રનો યોગ પણ વિદેશ યાત્રા કે વિદેશમાં આજીવિકાનો યોગ બનાવે છે.
- નવમા સ્થાને એટલે કે ભાગ્યના સ્થાનમાં રાહુ પણ વિદેશ યાત્રાનો યોગ બનાવે છે.
- ચંદ્ર જો સપ્તમ ભાવ કે લગ્નમાં હોય તો વિદેશમાં વેપારનો યોગ છે.
- જો કુંડળીમાં દશમનો સ્વામી બારમા ભાવમાં અને બારમા ભાવનો સ્વામી દસમા ભાવમાં હોય તો વિદેશમાં કે વિદેશ સાથે જોડાઈને કામ કરવાનો યોગ બને છે.

વિદેશ પ્રવાસનો યોગ
- જો કુંડળીના બારમા ભાવમાં ચંદ્ર હોય તો વિદેશ યાત્રા કે વિદેશ સથે જોડાઈને પૈસા કમાવાનો યોગ બને છે.
- ચંદ્રમા જો કુંડળીના છઠ્ઠા ભાવમાં હોય તો વિદેશ યાત્રાનો યોગ બને છે.
- જો નવમા સ્થાનનો સ્વામી બારમા ભાવમાં અને બારમા બાવનો સ્વામી નવમા સ્થાનમાં હોય તો પણ વિદેશ યાત્રા શક્ય છે.
- જો સપ્તમેશ બારમા ભાવમાં હોય અને બારમા ભાવનો સ્વામી સાતમા ભાવમાં હોય તો જાતક પરિવાર સાથે વિદેશ જઈ શકે છે.
- ચંદ્ર જો દસમા ભાવમાં હોય તો અથવા દસમા ભાવ પર ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિ હોય તો વિદેશ યાત્રાનો યોગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
