how to control anger : નાની-નાની વાતમાં આવી જાય છે ગુસ્સો? આ વાસ્તુ ઉપાયથી થશે લાભ
how to control anger: ગુસ્સો આવવો સ્વભાવિક ઘટના છે. જો કોઇ વ્યક્તિને જરૂરત કરતા વધારે ગુસ્સો આવે છે અથવા નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય તો તેની અસર સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ સાથે તેના વ્યક્તિત્વ પર પણ અસર થાય છે.
આજે આપણે આ અહેવાલમાં વાસ્તુ શાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ વાસ્તુ ટિપ્સની મદદથી તમને તમારા ગુસ્સા પર કાબૂ મેળવવામાં મદદ મળી શકે છે.

આ દિશામાં ન બેસો - વાસ્તુશાસ્ત્ર અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશામાં (અગ્નિકોણ) બેસીને અથવા સૂવાથી ગુસ્સો વધે છે, તેથી જો કોઈ વ્યક્તિનો ગુસ્સો વધી રહ્યો હોય, તો પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, વ્યક્તિ ક્યાંક એવી જગ્યા એ બેસી શકે, જે અગ્નિકોણમાં ન હોવી જોઇએ. તેમજ ઓફિસમાં અગ્નિના ખૂણામાં બેઠેલા કર્મચારીઓનો સ્વભાવ આક્રમક બનવા લાગે છે.
સૂતી વખતે રાખો આ વાતોનું ધ્યાન - સૂતી વખતે હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં માથું રાખો. ઓશીકા પાસે થાળીમાં ક્રિસ્ટલ બોલ અથવા ફટકડીનો ટુકડો રાખીને સૂવાથી આ સમસ્યામાંથી ઘણી હદ સુધી રાહત મળે છે. આ સિવાય પૂર્વ દિશામાં ક્યારેય પણ ભારે વસ્તુઓ ન રાખવી.
આ રંગનો ઉપયોગ ઓછો કરો - વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે, તો ધ્યાનમાં રાખો કે લાલ રંગનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. દીવાલો, બેડશીટ, પડદા અને ઓશિકાના કવર પર લાલ રંગનો થોડો ઓછો ઉપયોગ કરો. તેનાથી ગુસ્સો વધે છે, તેથી તેનો કરવાનું ઉપયોગ ટાળો.
ગુસ્સાને કાબૂમાં રાખવા કરો આ કામ - વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે, ગંદકીથી પણ ક્રોધ વધે છે. આવી સ્થિતિમાં ઘરના દરેક ખૂણાને સાફ રાખવું જોઈએ. આ ગુસ્સાને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આ સાથે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરરોજ સવાર-સાંજ ઘરની પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવાથી તમે ગુસ્સા પર કાબૂ મેળવી શકશો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
