Horoscope Prediction: શું સૌરવ ગાંગુલી રાજનીતિમાં ઉતરશે? જાણો કુંડલીના સંકેત
Horoscope Prediction: શું સૌરવ ગાંગુલી રાજનીતિમાં ઉતરશે? જાણો કુંડલીના સંકેત
નામઃ સૌરવ ગાંગુલી
જન્મ તારીખઃ 8 જુલાઈ 1972
જન્મ સમયઃ સવારના 8.26 વાગ્યે
જન્મ સ્થળઃ કોલકાતા (પશ્ચિમ બંગાળ)
લગ્નઃ સિંહ, સ્વામી- સૂર્ય
રાશિઃ વૃષભ, સ્વામી- શુક્ર
દેશ વિદેશમાં રહેતા તેમના કરોડો ફેન્સ વચ્ચે દાદાના નામથી ચર્ચિત સૌરવ ગાંગુલી હાલ ભારે ચર્ચામાં છે. હાલમાં ગાંગુલીને માઈલ્ડ હાર્ટ અટેક આવ્યો હતો, જો કે તેઓ તરત જ રિકવર થઈ ગયા છે. સાથે જ થોડા મહિનામાં પશ્ચિમ બંગાળમાં થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમની રાજનીતિમાં આવવાની ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે, 2019માં લોકસભા ચૂંટણી પહેલાં પણ આવી ચર્ચાઓ હતી. એવામાં બધાના મનમાં એક જ સવાલ છે કે શું સૌરવ ગાંગુલી રાજનીતિના અખાડામાં પ્રવેશ કરશે?

ગાંગુલીની કુંડલીમાં શુભ યોગ
સૌરવ ગાંગુલીની કુંડલી સિંહ લગ્નની છે. લગ્નેશ સૂર્ય અગિયારમા ભાવમાં મિત્ર રાશિમાં વિરાજમાન છે. આની સાથે જ નવાંશ વર્ગમાં પણ સૂર્ય એકાદશ ભાવમાં ઉચ્ચ થઈને બેઠો છે, જે તેમના પ્રભાવશાળી અને સંપન્ન થવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે. અગિયારમા ભાવમાં સ્થિત સૂર્ય અને પાંચમા ભાવમાં સ્વગ્રહ ગુરુ એક બીજાને પૂર્ણ દ્રષ્ટિ આપી રહ્યા છે, જે સારા રાજલક્ષણ યોગ છે. આવા જાતકના સંબંધ કુલીન પરિવાર સાથે થાય છે. દશમા ભાવમાં ઉચ્ચનો ચંદ્રમા, દશમેશ અને તૃતીયેશ શુક્ર અને ષષ્ઠેશ અને સત્પમેશ શનિ બેઠા છે. દશમા ભાવથી તૃતીયેશ અને ષષ્ઠેશના સંબંધે તેમને રમત ગમતમાં બહુ સફળતા અપાવી. જ્યારે શનિની દશમા ભાવમાં સ્થિતિએ તેમને દરેક માણસના પ્રિય પણ બનાવી દીધા છે. આ ઉપરાંત 12મા ભાવમાં યોગકારક મંગળ અને બુધની યુતિ પણ સારું ધન યોગ છે. જો કે મંગળ નબળો છે જે વિદેશી કોચ અને વિદેશી ખેલાડીઓ સાથે ટકરાવપૂર્ણ સંબંધો તરફ સંકેત કરે છે.

શું રાજનીતિમાં એન્ટ્રી થશે?
રાજનીતિ માટે કુંડલીમાં રાહુ, શનિ, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ મહત્વની માનવામાં આવે છે. ગાંગુલીની કુંડલીમાં રાહુ છઠ્ઠા ભાવમાં છે, જે સારી સ્થિતિ છે. શનિ દશમા ભાવમાં છે, સૂર્ય અગિયારમા ભાવમાં છે અને ચંદ્ર મજબૂત છે. કુલ મિલાવી રાજનીતિ માટે સ્થિતિ સારી છે, જો કે કુંડલીના યોગકારક ગ્રહ મંગળ નબળો થઈ દ્વાદશ ભાવમાં છે. આ ઉપરાંત સૂર્ય સારી સ્થિતિમાં હોવા છતાં પાપ ગ્રહોની વચ્ચે બેઠો છે.

શનિની જ અંતર્દશા ચાલી રહી છે
વર્તમાનમાં શનિની મહાદશામાં શનિની જ અંતર્દશા ચાલી રહી છે, જે 27 નવેમ્બર 2021 સુધી ચાલશે. તેમના પ્રશાસનિક કરિયર માટે આ અવધી સારી રહેશે. જો કે આ સમયગાળામાં રાજનીતિમાં ઉતરવાનો નિર્ણય સહેલો નહિ હોય. રાજનીતિમાં ઉતરવાની ચર્ચા છતાં ગાંગુલી આ બાબતે ગૂંચવાયેલા રહેશે અને 2021માં રાજનીતિમાં પગલું માંડવું તેમના માટે મુશ્કેલ હોય તેવા સંકેત મળી રહ્યા છે.
જો કે કરિયરમાં તેમને પોતાના રાજનૈતિક સંબંધોના ફાયદા મળતા રહેશે. એટલે કે તેઓ આગળ પણ ઉંચા પદો પર બન્યા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
