Holika Dahan 2024: આ લોકોએ ન કરવા જોઇએ હોળીના દર્શન, જીવનમાં વધી જાય છે મુશ્કેલી
Holika Dahan 2024: દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતા અનુસાર, આ તિથિ પર અગ્નિથી વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ બચી ગયો હતો, અને હિરણ્યકશ્યપની બહેન હોલિકા આગમાં બળી ગઇ હતી, જે બાદ હોલિકા દહનની પરંપરાની શરૂઆત થઇ હતી.
આવી સ્થિતિમાં આ તહેવારને બુરાઈ પર અચ્છાઇની જીતનું પ્રતિક માનવામાં આવે છે. હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે. આ મુજબ 24 માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે.

પડી શકે છે નકારાત્મક અસર - ઘણી માન્યતાઓ અનુસાર, સગર્ભા સ્ત્રીઓએ ન તો હોલિકા દહનની પરિક્રમા કરવી જોઈએ અને ન તો હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે, તેની માતા અને બાળક બંને પર ખરાબ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, આ વિશે વિશેષ કાળજી લેવી જોઈએ.
નવજાત બાળકો - ગર્ભવતી મહિલાઓ તેમજ નવજાત શિશુઓ માટે હોલિકા દહન જોવા અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે જગ્યાએ હોલિકા દહન થાય છે, ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં નવજાત બાળકોને તે સ્થાનથી દૂર રાખવું જોઈએ, જ્યાં હોલિકા દહન કરવામાં આવે છે.
આવી શકે છે સંબંધોમાં ખટાશ - સદીઓ જૂની પરંપરા અનુસાર, નવી પરિણીત મહિલાએ તેની સાસુ સાથે હોલિકા દહન ન જોવું જોઈએ. કારણ કે, એવું માનવામાં આવે છે કે, સાસુ અને વહુ વચ્ચે એકસાથે હોલિકા દહન જોવાથી તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આવી સ્થિતિમાં, નવવિવાહિત મહિલાઓ તેમના માતાપિતાના ઘરે તેમની પ્રથમ હોળી ઉજવવાની પરંપરા છે.
હોલિકા દહન 2024નો શુભ સમય - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે હોલિકા દહન 24 માર્ચ, 2024, રવિવારના રોજ કરવામાં આવશે. તેનો શુભ સમય 24 માર્ચે રાત્રે 11:13 વાગ્યાથી બીજા દિવસે 25 માર્ચે બપોરે 12:27 સુધી રહેશે.
હોલિકા દહનની પૂજા માટેનો કુલ સમયગાળો 1 કલાક 14 મિનિટનો રહેશે. મુહૂર્ત અનુસાર, તમે આ સમયગાળા દરમિયાન હોલિકા દહન કરી શકો છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
