Hanuman Jayanti 2024: હનુમાન જયંતિએ બની રહ્યો છે અનોખો સંયોગ, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
Hanuman Jayanti 2024: રામભક્ત હનુમાનજી મહારાજ સંકટમોચક દેવ તરીકે જાણીતા છે. હનુમાનજી તેમના ભક્તોને દરેક ભય અને પીડાથી મુક્ત રાખે છે. ઉલ્લેખનીય બાબત છે કે, હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થયો હતો.
જે કારણે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્રી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, આ વર્ષે હનુમાન જયંતિના અવસર પર એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે.
પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી ભગવાન શિવના અવતાર છે, અને તેમણે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામની મદદ કરવા માટે આ અવતાર લીધો હતો. વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે ચૈત્ર શુક્લ પૂર્ણિમા તિથિ 23 એપ્રિલે 03:25 કલાકે શરૂ થશે.
હનુમાન જયંતિ 2024 પર બનશે અદ્ભુત સંયોગ - એવું કહેવાય છે કે, જ્યારે હનુમાનજીનો જન્મ થયો હતો, તે મંગળવાર હતો. આ વર્ષે પણ હનુમાન જયંતિનો દિવસ મંગળવાર છે. તેથી, મંગળવારે હનુમાનજીનો જન્મ થવાને કારણે, મોટાભાગના લોકો તે દિવસે વ્રત રાખે છે, અને બજરંગબલીની પૂજા પણ કરે છે.

23 એપ્રિલના રોજ ચિત્રા નક્ષત્ર અને વજ્ર યોગ છે. 24 એપ્રિલના રોજ સવારથી 04.57 વાગ્યા સુધી વજ્ર યોગ છે. ચિત્રા નક્ષત્ર પણ સવારથી રાત્રીના 10.32 સુધી છે, ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર છે.
હનુમાન જયંતિ 2024 શુભ મુહૂર્ત - હનુમાન જયંતિનો શુભ સમય સવારે 04:20 થી 05:04 સુધીનો છે. આ વર્ષે અભિજીત મુહૂર્ત સવારે 11:53 થી 12:46 સુધી છે.
આ દિવસે તમે સવારે 09:03 થી 10:41 સુધી હનુમાનજીની પૂજા કરી શકો છો. તે દિવસે લાભ અને પ્રગતિ માટે શુભ સમય સવારે 10.41 થી 12.20 સુધીનો છે. જ્યારે અમૃત-સર્વત્તમ મુહૂર્ત બપોરે 12.20 થી 01.58 સુધી છે.
હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય - હનુમાનજીનું હૃદય ખૂબ જ ઉદાર છે, તેથી તમારે હંમેશા લોકો પ્રત્યે ઉદારતા બતાવવી જોઈએ. ખાસ કરીને તમારે હનુમાન જયંતિ પર ગરીબોમાં ભોજનનું વિતરણ કરવું જોઈએ.
હનુમાનજીને શ્રી રામના ભક્ત માનવામાં આવે છે, તેથી તમારે પણ હનુમાન જયંતિ પર ભગવાન રામની સ્તુતિ કરવી જોઈએ, તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે તેમને ગુંદી અને લાડુનો પ્રસાદ ચઢાવો. તેમજ હનુમાન જયંતિ પર તેમને કેસરી રંગનું સિંદૂર ચઢાવો.
આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણનો પાઠ કરવાથી ભગવાન હનુમાનની કૃપા હંમેશા તેમના ભક્તો પર વરસતી રહે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
