Guru Purnima 2022: 13 જુલાઈએ ગુરુ પૂર્ણિમા પર બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓ થશે માલામાલ
આ વર્ષે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ આવી રહી છે. જાણો કઈ રાશિઓ બનશે માલામાલ.
નવી દિલ્લીઃ અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનુ અનેરુ મહત્વ છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ આવી રહી છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ત્રણેય ગ્રહો સૂર્ય, બુધ અને શુક્ર મિથુન રાશિમાં આવી રહ્યા છે. મિથુન રાશિમાં બનેલો આ ત્રિગ્રહી યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 3 રાશિના લોકોને ફાયદો થવાનો છે. આવો જાણીએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે કઇ રાશિને આ યોગથી લાભ થશે.

મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ રાશિના લોકોને આ યોગથી ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. સાથે જ કરિયરમાં પણ પ્રગતિ થઈ શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ યોગના કારણે આ રાશિના લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો થશે.

વૃષભ
આ શુભ સંયોગથી વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. આ દરમિયાન કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. વળી, કોઈની પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળો તમારા માટે શુભ સાબિત થશે. માન-સન્માન વધશે. આ રાશિના અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

ધન
આ વર્ષની ગુરુ પૂર્ણિમા ધન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સાથે જ સરકારી નોકરીઓની પણ શક્યતાઓ ઉભી થઈ રહી છે. આ દરમિયાન નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
