Guru Purnima 2021: ગુરૂ પુર્ણિમાએ કરો આ કામ, જાણો શું થશે લાભ
દેશભરમાં 24 જુલાઇએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. સનાતન ધર્મમાં પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન બહુ શુભ ફળદાયક માનવામાં આવે છે.
દેશભરમાં 24 જુલાઇએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. સનાતન ધર્મમાં પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન બહુ શુભ ફળદાયક માનવામાં આવે છે. અષાઢ પૂર્ણિમાના દિવસે વેદોના રચિયતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હચો. વેદ વ્યાસના જન્મથી આ પરંપરા રીતે ચાલી રહી છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણ છે. આ બધા પુરાણોના રચિયતા મહર્ષિ વ્યાસ છે.

પૂર્ણિમા તિથિ 23 જુલાઇ 2021, શુક્રવાર સવારે 10.43 મિનિટથી શરૂ થઈ 24 જુલાઈ 2021, શનિવારની સવારે 08.06 સુધી છે.
આ વર્ષે ગુરુપૂર્ણિમા પર વિષ્કુંભ યોગ સવારે 06.12 સુધી, પ્રીતિ યોગ 25 જુલાઈએ સવારે 03.16 વાગ્યા સુધી, તે પછી આયુષ્માન યોગ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્રમાં, પ્રીતિ અને આયુષ્માન યોગને એક સાથે શુભ માનવામાં આવે છે. પ્રીતિ અને આયુષ્માન યોગમાં કરવામાં આવેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુભ યોગમાં વિષ્કુંભ યોગની ગણતરી કરવામાં આવતી નથી.
જ્યોતિષીઓ અનુસાર ગુરુપૂર્ણિમા પર સોપારીનાં પાન, નાળિયેર પાણી, મોદક, કપૂર, લવિંગ, ઇલાયચીથી પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે. ગંગામાં સ્નાન કરવાથી અસ્થમા, ચામડીના રોગોમાં ફાયદો થાય છે. આચાર્ય રાજનાથ ઝાએ જણાવ્યું હતું કે, પૂર્ણ ચંદ્ર પર ગંગામાં સ્નાન કરવું એ આરોગ્ય અને આયુષ્યવર્ધક છે. ત્વચાના રોગો અને અસ્થમામાં તે ખૂબ ફાયદાકારક છે.
વૈદિક મંત્રોચ્ચાર અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુપૂર્ણિમાની રાત્રે ખીર બનાવી દાન કરવાથી માનસિક શાંતિ મળે છે. ચંદ્ર ગ્રહની અસર પણ દૂર થાય છે. મહર્ષિ યાજ્ઞવલ્કના વરદાન દ્વારા વૃક્ષરાજ વડને જીવનદા આપવામાં આવ્યું હતું. તેથી જ ગુરુ પૂર્ણિમા પર વડની પૂજા કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
