Garuda Purana : આ રીતે મૃત્યુ પામવાથી મળે છે સ્વર્ગ, જાણો શું કહે છે ગરૂડ પૂરાણ?
Garuda Purana : જીવનનું સૌથી અગત્યનું અને અંતિમ સત્ય મોત છે. શ્રીમદ ભગવત ગીતામાં જણાવ્યા અનુસાર, જેનો જન્મ છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આરંભ છે, તો અંત પણ છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, દરેક વ્યક્તિની આત્માને તેના કર્મોના આધાર સ્વર્ગ કે નરક મળે છે, આ સાથે તેમના કર્મના આધારે સજા પણ મળે છે.
મોટાભાગના લોકો તેમના જીવનની સફરમાં સારા અને ખરાબ કાર્યો કરે છે. ઘણી વખત, તેઓ અજાણતા કેટલાક અધાર્મિક કૃત્યો કરે છે. આવી પરિસ્થિતિઓમાં, તેઓ ચિંતા કરે છે કે, શું આ ભૂલોને કારણે તેઓ નરકમાં જશે.

જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે, ત્યારે કેટલાક ઉપાયો છે, જેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે, જેના દ્વારા આત્મા સીધા વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
ગંગા જળ - હિંદુ ધર્મમાં ગંગા જળનું વિશેષ મહત્વ છે. ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ અનુસાર, ગંગાનું જળ મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના મોંમાં ગંગાજળ નાખવાથી તેના તમામ પાપો નાશ પામે છે, અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.
ભગવત ગીતા - જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિને ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે, તો તે વ્યક્તિ સરળતાથી પોતાનું જીવન છોડી શકે છે અને યમદૂતો તેને સ્પર્શ કરી શકતા નથી. મતલબ કે વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળશે.
તુલસીનો છોડ - હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે, તે ખૂબ જ શુભ છે. મૃત્યુ સમયે મરનાર વ્યક્તિના મોઢામાં તેનું પાન રાખવાથી તેનો અંત સુખી થાય છે અને તેની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.
શ્રી રામનું નામ - ભગવાન શ્રી રામનું નામ લેવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે શ્રી રામના નામનો જાપ કરે છે, તો તેને યમરાજની સજામાંથી મુક્તિ મળે છે. જ્યારે એવું લાગે કે, કોઈની અંતિમ ક્ષણો આવી રહી છે, ત્યારે તેને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ અને તેની આસપાસની જગ્યાને સુગંધિત રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
