Garuda Purana : ભૂલથી પણ ન વાપરો મૃત લોકોની આ વસ્તુ, નહીં તો લાગશે પિતૃદોષ
Garuda Purana : ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. અન્યથા પિતૃ દોષોની અસર ઘણી પેઢીઓને ભોગવવી પડશે.
Garuda Purana : હિન્દુ ધર્મમાં ચાર વેદ 18 પુરાણ છે. આ અઢાર પુરાણોમાં જીવનના ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે. આ પુરાણોમાંથી એક એવા ગરુડ પુરાણમાં જણાવેલી વાતો વિશે જાણીશું. ગરુડ પુરાણમાં આત્માના સફર વિશે વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગરુડ પુરાણના 271 અધ્યાય અને 18 હજાર શ્લોકમાં વિસ્તારપૂર્વક જીવન-મૃતના તમામ પાસા વિશે તેમજ પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે જણાવવામાં આવ્યું છે.
ગરૂડ પુરાણ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર અને તેની સાથે જોડાયેલી વિધિઓ વિશે પણ જણાવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની વસ્તુઓના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં એ વિશે જાણીશું.
મૃત વ્યક્તિની આ વસ્તુઓ ન વાપરો

કપડા
ગરુડ પુરાણ મુજબ ભૂલથી પણ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ ન કરો. નહીં તો મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે.
મૃત વ્યક્તિની યાદો તેને સતત સતાવે છે. જેના કારણે તે વ્યક્તિને સતત માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડે છે.
તેથી વધુ સારું રહેશે કે, મૃત વ્યક્તિના કપડા જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી મૃત વ્યક્તિની આત્માને પણ શાંતિ મળે છે. નહીં તો પિતૃ દોષ લાગે છે.

ઘરેણા
ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના ઘરેણાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. મૃત વ્યક્તિની ઊર્જા આભૂષણોમાં રહે છે. આવા કિસ્સામાં મૃત વ્યક્તિના ઘરેણાં ક્યારેય ન પહેરવા જોઈએ.
જો કોઈ અન્ય વ્યક્તિ મૃતકના ઘરેણાં પહેરે છે, તો તે અસ્વસ્થતા અનુભવે છે. આ સાથે મૃત વ્યક્તિની આત્માને પણ મોક્ષ મળતો નથી, પરંતુ મૃત્યુલોકમાં ભટકતી રહે છે. આ સાથે પરિવારને પિતૃદોષ પણ લાગે છે.

ઘડિયાળ
ભૂલથી પણ ક્યારેય મૃત વ્યક્તિની ઘડિયાળ ન પહેરો. મૃતકની ઉર્જા પણ ઘડિયાળમાં રહે છે. મૃતકની ઘડિયાળ કોઈને દાન કરવી વધુ સારું રહેશે. નહીં તો આખા પરિવારને પિતૃ દોષ લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
