Ganesha Chaturthi 2022: આ 4 રાશિઓ પર થશે બાપ્પાની વિશેષ કૃપા, જાણો તમારી રાશિ પર શું થશે અસર
ગણેશ ચતુર્થીએ આ 4 રાશિઓ પર થશે ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા. જાણો તમારી રાશિ પર શું થશે અસર
નવી દિલ્લીઃ ભક્તિ, શક્તિ, પ્રેમ અને બલિદાનનો તહેવાર ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ છે. જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. લોકો પોતપોતાના ઘરે ગણપતિ લાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. કેટલાક લોકો ઘરની સજાવટ કરી રહ્યા છે તો કેટલાક બાપ્પા કેવી રીતે આવશે તે વિચારી રહ્યા છે. એકંદરે બાળકોના લાડકા અને સૌના પ્રિય એવા ગજાનનના જન્મદિવસને ખાસ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ 4 રાશિ પર વિશેષ કૃપા
આમ તો, વિઘ્નહર્તાનો જન્મદિવસ દરેકને દરેક રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર છે પરંતુ આ વખતે 31 ઓગસ્ટે શુક્રનુ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. શુક્ર પ્રેમ, સુખ અને કીર્તિનો કારક છે. તે 31 ઓગસ્ટે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ વખતે ચતુર્થી કેટલીક રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી શકે છે. મેષ, વૃષભ, સિંહ અને કુંભ રાશિના લોકોને બાપ્પા વિશેષ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, ગણેશ ચતુર્થીના દિવસથી આ ચાર રાશિના શુભ દિવસ શરૂ થવા જઈ રહ્યા છે. જો કે, ગણપતિ બાપ્પા દરેક રાશિ માટે કંઈક ને કંઈક લઈને આવ્યા છે.

મેષથી કન્યા સુધી અસર
- મેષઃકોઆ શુભ સમાચાર મળશે. જેના કારણે થોડી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
- વૃષભ: બજારમાં રોકાયેલુ નાણુ પાછુ મળશે. જેનાથી તમને ખુશી મળશે.
- મિથુનઃ પ્રગતિ થવાના શુભ સંકેત છે. બાપ્પા પ્રગતિના આશીર્વાદ આપી રહ્યા છે.
- કર્કઃ સુખ, શાંતિ અને પ્રેમની વર્ષા થશે. તમે પ્રસન્ન રહેશો.
- સિંહઃ શિક્ષણની દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી સાબિત થશે.ધનલાભ થશે.
- કન્યાઃ ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ રહેવાની છે.

તુલાથી મીન રાશિ પર અસર
- તુલાઃ પ્રગતિના નવા માર્ગો ખુલશે, તમે પ્રસન્ન રહેશો.
- વૃશ્ચિકઃ વ્યાપારિક સંબંધો મજબૂત રહેશે.
- ધનઃ રાજકીય માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થશે.
- મકરઃ તમને પરેશાનીઓ અને દેવાથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન રહેશે.
- કુંભઃ નવા લોકો મળશે જે પ્રગતિનો માર્ગ મોકળો કરશે.
- મીનઃ મનમાં શાંતિ રહેશે અને લોકો તરફથી તમને પ્રશંસા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
