Evil Eye : તમારા બાળક પર પડી છે દુષ્ટ નજર, તો આ રીતે ઉતારો નજર
Evil Eye : બુરી નજર પર વિશ્વાસ કરવો કે ન માનવો એ વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે. પરંતુ કહેવાય છે કે જો કોઈની ખરાબ નજર પડી જાય તો બધું ખતમ થવામાં સમય નથી લાગતો. આજે અમે ખરાબ નજરને દૂર કરવાના 4 ઉપાય જણાવીએ છીએ.
Evil Eye : જ્યારે કોઇ નાનુ બાળક રડે અથવા બિમાર પડે, ત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, તેને નઝર લાગી ગઇ છે. જે પછી ઘરના વડીલ તેની નઝર ઉતારે છે. આવામાં ઘણા લોકોને નઝર ઉતારતા આવડતી નથી. તો ઘણા લોકો તેને અંધવિશ્વાસ માને છે.
જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે, દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જે વિશે તમે માનો કે ન માનો પણ તે અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી એક નકારાત્મક ઊર્જા પણ છે, જેને આપણે નઝર લાગી છે. એમ કહીએ છીએ. જો કોઈની ખરાબ નજર બાળકો પર પડે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે આપણે 4 ચોક્કસ ઉપાયો વિશે જણાવીશું, જેનાથી તમે તમારા બાળકની નઝર ઉતારી શકો છો.

ગળામાં કાળો દોરો બાંધો
બાળકને ખરાબ નજરથી બચાવવા માટે તેના ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ. કાળા રંગનો દોરો નકારાત્મક ઉર્જા માટે અવરોધ તરીકેકામ કરે છે અને બાળકને કોઈપણ સંભવિત નુકસાનથી બચાવે છે. જો તમે ઈચ્છો તો બાળકના હાથ પર કાળો દોરો પણ બાંધી શકો છો. બંનેકિસ્સાઓમાં અસર સમાન છે.

કપાળ પર કાળા નિશાન લગાવો
નકારાત્મક ઉર્જાથી બચવા માટે બાળકના કપાળની ડાબી બાજુએ કાળી ટીલું લગાવવું શુભ છે. આ ટીલું વટાણાના કદ જેટલી હોવી જોઈએ.તમે બાળકની આંખોમાં કાજલ પણ લગાવી શકો છો. તે બાળકને ખરાબ નજરથી બચાવવામાં પણ મદદ કરે છે.

કપૂરનો ઉપાય
જ્યારે બાળક અચાનક સુસ્ત થઈ જાય, તો તેની ખરાબ નજર દૂર કરવા માટે થાળીમાં કપૂર રાખો અને તેને બાળી લો. આ પછી બાળકનેમાથાથી પગ સુધી 5 વખત ફેરવો. પહેલા પ્લેટને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને પછી સીધી દિશામાં ફેરવો અને તેને બાજુ પર રાખો. આપછી, પ્લેટમાં કપૂરના કાળા નિશાન પર તમારી આંગળી મૂકો અને તેને બાળકના હાથ અને પગ પર લગાવો.

લાલ મરચું
બાળકની ખરાબ નજર દૂર કરવા માટે, તમારા હાથમાં એક મુઠ્ઠી લાલ મરચાં લો અને તેને ઘડિયાળના કાંટાની દિશામાં બાળકના માથાથીપગ સુધી 5 વખત ફેરવો.
જે બાદ તે મરચાંને સ્ટવ અથવા ગેસ પર સળગવા માટે છોડી દો. જ્યારે તે મરચાં તીવ્ર ગંધ સાથે બળી જાયછે, ત્યારે એવું માનવામાં આવે છે કે, હવે બાળકમાંથી ખરાબ નજર દૂર થઈ ગઈ છે. આ બાળક પરની નઝરને ટાળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
