Dussehra 2022: દશેરા પર કરો અપરાજિતા સ્તોત્રનો પાઠ, ક્યારેય હાર નહિ થાય
લંકા પર વિજય મેળવતા પહેલા ભગવાન શ્રી રામે દુર્ગાના સ્વરૂપ અપરાજિતા દેવીની પૂજા કરી હતી. જાણો વિગત.
નવી દિલ્લીઃ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને પૃથ્વીને અત્યાચાર અને પાપથી મુક્ત કરાવી હતી. રાવણ સામે રામનુ યુદ્ધ માત્ર સીતાને મુક્ત કરવા માટે જ નહોતુ પરંતુ સમગ્ર સૃષ્ટિને રાવણના અત્યાચારોથી મુક્ત કરાવવા માટેનુ હતુ. રાવણ પણ ઓછો શક્તિશાળી ન હતો. તેથી શ્રી રામને તેના પર વિજય મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડ્યા. લંકા પર વિજય મેળવતા પહેલા ભગવાન શ્રી રામે દુર્ગાના સ્વરૂપ અપરાજિતા દેવીની પૂજા કરી હતી. અપરાજિતા એટલે કે જે સર્વત્ર વિજયી છે જેને કોઈ હરાવી શકતુ નથી.

આજે પણ વિજયાદશમી પર અપરાજિતા દેવીની પૂજા કરવાનુ વિધાન છે. જે વ્યક્તિ આ દિવસે અપરાજિતા દેવીની પૂજા કરે છે અને ભક્તિભાવથી અપરાજિતા સ્તોત્રનો પાઠ કરે છે તેનો ક્યારેય પરાજય થતો નથી. તેને સંસારમાં સર્વત્ર વિજય મળે છે. દેવી અપરાજિતાની પૂજા કરવાથી ચારેય દિશામાં વિજયના આશીર્વાદ મળે છે.
અપરાજિતા પૂજા અને સ્તોત્ર પાઠ કેવી રીતે કરવુ
- વિજયાદશીના દિવસે સવારે સ્નાન કરીને નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
- હાથમાં જળ, અક્ષત, ફૂલ, સોપારી, ધન લઈને અપરાજિતાની પૂજા કરવાનો સંકલ્પ લો.
- આ પછી બપોરે દેવી અપરાજિતાની પૂજા કરો.
- અપરાજિતા સ્તોત્રનો પાઠ કરો.
- ફળ અને મીઠાઈનો નૈવેદ્ય ચઢાવો.
- પૂજા સમયે માળાથી ઓમ અપરાજિતાય નમઃ મંત્રનો જાપ કરો.
- આ પછી વ્યક્તિ દેવી સૂક્ત, દેવી કવચ વગેરેનો પાઠ કરી શકે છે.
પુજન મુહૂર્ત
વિજય મુહૂર્ત બપોરે 2.13 થી 3.01, સમયગાળો 48 મિનિટ
અપરાજિતા પૂજન અને સ્તોત્ર પાઠના ફાયદા
- વિજયાદશમી પર અપરાજિતા દેવીની પૂજા કરીને અપરાજિતા સ્તોત્રનો પાઠ કરવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે.
- જે શત્રુઓ કામમાં હાનિ પહોંચાડવાનો કે અવરોધ કરવાનો પ્રયાસ કરે છે તેઓ શમી જાય છે.
- જો કોઈ કામ અટક્યુ હોય તો વિજયાદશમીના દિવસે અપરાજિતા સ્તોત્રનો પાઠ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
- તે અચાનક અને અણધાર્યા જોખમો સામે રક્ષણ આપે છે.
- આર્થિક કાર્યમાં જો ધન પ્રાપ્તિમાં અવરોધ હોય તો તે પણ દૂર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
