Dussehra 2022: આ વિજયાદશમી પર 48 મિનિટનુ રહેશે વિજય મુહૂર્ત, જાણો મહત્વ
આસો મહિનાના શુક્લ પક્ષની દશમીના દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ.
નવી દિલ્લીઃ આસો મહિનાના શુક્લ પક્ષની દશમીના દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે વિજયાદશમી 5 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. દશમી તિથિ વિજયાદશમીના દિવસે બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ દિવસે શ્રવણ નક્ષત્ર રાત્રે 9.15 વાગ્યા સુધી રહેશે. વિજયાદશમી પૂજા માટેનુ વિજય મુહૂર્ત બપોરે 48 મિનિટનુ રહેશે.

- વિજય મુહૂર્ત: બપોરે 2.1થી 3.01 સમયગાળો 48 મિનિટ
- દશમી તિથિ આરંભ: 4 ઓક્ટોબર બપોરે 2.20 વાગે
- દશમી તિથિ પૂર્ણ: 5 ઑક્ટોબર બપોરે 12.00 વાગે
- શ્રવણ નક્ષત્ર આરંભ: 4 ઑક્ટોબર રાત્રે 10.51 વાગે
- શ્રવણ નક્ષત્ર પૂર્ણ: 5 ઑક્ટોબર રાતે 9.15 વાગે.
શમી પૂજનનુ મહત્વ
વિજયાદશમીના દિવસે શમીની પૂજા કરવાથી આયુષ્ય, સ્વાસ્થ્ય અને શક્તિ વધે છે. બધાં પાપોનો નાશ થાય છે. પરંપરાગત રીતે, વિજયાદશીના દિવસે શમીની પૂજા ક્ષત્રિયો દ્વારા અને પ્રાચીન સમયમાં રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામાં આવતી હતી. આજે આ પરંપરા ઘણા ક્ષત્રિય ઘરોમાં અનુસરવામાં આવે છે. આ માટે શહેરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થિત શમીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. હવે તો ઘરના કુંડામાં લગાવેલા શમીના છોડની પણ પૂજા કરવામાં આવે છે. શમી વૃક્ષની પૂજા વિજયાદશમીના શુભ દિવસે કરવામાં આવે છે.
પૂજાના મંત્ર
अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च ।
दु:स्वप्ननाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम् ।।
शमी शमयते पापं शमी लोहितकण्टका ।
धारिण्यर्जुनबाणानां रामस्य प्रियवादिनी ।।
करिष्यमाणयात्रायां यथाकाल सुखं मया ।
तत्रनिर्विघ्नकर्त्रीत्वंभव श्रीराम पूजिते ।।
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
