ગુરુવારના દિવસે ક્યારેય પણ ન કરવા આ કામ..
ગુરુવાર તમામ દેવી-દેવોનો દિવસ રહેવાથી આ દિવસે અમુક કામો કરવાનું ટાળવું જેવા કે નખ, વાળ કાપવા, કપડા ધોવા વગેરે.
ગુરુવાર એ તમામ દેવી-દેવનો તહેવાર છે. આ દિવસ અત્યંત શુભ મનાય છે. શિક્ષણ, જ્ઞાન, આધ્યાત્મ, રાજકારણ વગેરે વિષયોનો કારક બૃહસ્પતિ ગ્રહ સર્વ શક્તિમાન છે. જેના પર ગુરુની કૃપા હોય તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતુ નથી. આજે અમે તમને જણાવીશું કે તમારા ગુરુ ગ્રહને મજબૂત રાખવા તમારે ગુરુવારે કયા કામો કરવાનું ટાળવું. ઉપરાંત આ દિવસે કયા કામો કરશો જેનાથી તમને થશે લાભ.

ગુરુવારે આમ ન કરવું
- સ્ત્રીઓની કુંડળીમાં બૃહસ્પતિ પતિનો કારક હોય છે પરિણામે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ પોતાના વાળ ધોવા નહિં નહિંતર ગુરુ ગ્રહ કમજોર થઈ અશુભ ફળ આપવા લાગે છે.
- ગુરુવારના દિવસે કોઈના કપડા ન ધોવા જોઈએ તેમાં ખાસ કરીને પતિ અને બાળકોના તો ક્યારેય ન ધોવા જોઈએ.
- આજના દિવસે નખ, વાળ કે સેવિંગ કરાવવાથી પણ ગુરુ ગ્રહ કમજોર થઈ અશુભ ફળ આપવા લાગે છે. જે લોકોનો ગુરુ ગ્રહ મજબૂત હોય તેમણે ભૂલથી પણ કોઈ પીળી વસ્તુ કે પીળા ફળનું દાન કરવું નહિં.
- આજના દિવસે સ્ત્રીઓએ ફેશ્યલ જેવું પણ ન કરાવવું કારણ કે તેનાથી પણ ગુરુ કમજોર થાય છે.
- ગુરુવારના દિવસે નવા કે જૂના કોઈપણ પ્રકારના કપડા દાન કરવું હિતકારી નથી. આમ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી.
- આ દિવસે ભૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાની પેન, પેન્સિલ કે ચોપડીઓ કોઈને મફતમાં ન આપે, નહિંતર શિક્ષણમાં અડચણ પેદા થાય છે.

ગુરુવારના દિવસે આમ કરવું
- આજના દિવસે માતા-પિતા, ગુરુ અને કોઈ પણ વૃધ્ધનું અપમાન ન કરવું, બને તો તેમની સેવા કરવી.
- ગુરુવારના દિવસે કેળાના ઝાડ પર કાચુ દૂઘ ચઢાવવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહે છે.
- આ દિવસે વિદ્યાર્થી ઓ પોતાની પેન અને ચોપડીઓ લઈ ગણપતિના મંદિરમાં સારા શિક્ષણ માટે પ્રાથના કરે.
- આ દિવસે કોઈ વ્યક્તિને ઘરેથી ભૂખ્યા ન મોકલવા. આ દિવસે ભોજનનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા આખા કુટુંબ પર વરસતી રહે છે.
- આજના દિવસે ઘરમાં બંધાયેલા જાળાની સફાઈ જરૂર કરવી.
- આ દિવસે ઉપવાસ કરવો અને પીળી વસ્તુઓનું સેવન કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થઈ શુભ ફળ આપે છે.
- આજના દિવસે સ્ત્રીઓએ પોતાના બાળકોને દૂધમાં કેસર અને સાકર ભેળવી આપવું જોઈએ
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
