ધનતેરસે બની રહ્યો છે કલાનિધિ યોગ : શુભ મુહૂર્તમાં કરો ખરીદી
આ ધનતેરસ કરો ધનવંતરીના પૂજા. ધનતેરસના વાસણ ખરીદવાની પ્રથા પાછળનું કારણ તેમ જાણો છો?. તો આ અંગે વાંચો અહીં.
ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રજવલિત કરવાની સાથે સાથે અનેક તૈયારીઓની શરૂઆત થઈ જાય છે. આ વર્ષે ધનતેરસ 17 ઓક્ટોબરે આવી રહી છે. ધનતેરસનું દિવાળીમાં ખૂબ મહત્વ છે. ધનતેરસનો તહેવાર ધન, સુખ અને સમૃદ્ધિના રૂપે મનાવાય છે. ધનતેરસના દિવસે કુબેરનીપૂજા થાય છે. કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો, તેથી આ તિથિને 'ધનતેરસ' અથવા 'ધનત્રયોદશી'ના નામે ઓળખવામાં આવે છે.

ધનવંતરી
ધનવંતરી જ્યારે પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં એક અમૃતથી ભરેલો કળશ હતો. જેને પરિણામે આ દિવસે કોઈ વાસણ ખરીદવાની પ્રથા છે. એવું પણ કહેવાય છે કે, ધન એટલે વસ્તુની આ દિવસે ખરીદી કરવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ દિવસે દુકાનદારોને લાભ જ લાભ થાય છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી લક્ષ્મી અને કુબેરની કૃપા આખુ વર્ષ તમારા પર વરસતી રહે છે. ધનતેરસ દિવાળીના બે દિવસ પહેલા ઉજવાય છે એટલે કે, કારતક માસની કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવાય છે. દિવાળી કાર્તિક માસની અમાસે આવે છે, ધનતેરસના તહેવારને સુખ-સમૃદ્ધિ, યશ અને વૈભવનો પર્વ કહેવાય છે. આ દિવસે ધનના દેવ કુબેર અને આયુર્વેદના દેવ ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.

ખરીદીનું શુભ મુહૂર્ત
- ધનતેરસની સાંજે 7.19 વાગ્યા થી 8.17 વાગ્યા સુધી
- કાલ સવારે 7.33 સુધી દવા, ખાદ્ય પદાર્થો
- શુભ 9.13 સુધી વાહન, મશીન, કાપડ, શેયર, ઘરેલુ સામાન
- ચર 14.12 સુધી ગાડી, ગતિમાન વસ્તુ, ગેજેટ્સ
- લાભ 15.51 સુધી મશીન, ઓજાર, કોમ્પ્યુટર, શેયર
- અમૃત 17.31 સુધી આભૂષણો, વાસણ, રમકડા, કપડા, સ્ટેશનરી
- કાલ 19.11 સુધી ઘરનો સામાન, અન્ન-ખાદ્યપદાર્થો, દવા

ધનતેરસે બની રહ્યો છે કલાનિધિ યોગ
46 વર્ષ બાદ આ વર્ષે ધનતેરસે કલાનિધિ યોગ બની રહ્યો છે, ત્રણ યોગ એક સાથે બનવાથી કલાનિધિ યોગ બને છે. ધાતુના વાસણો, સોનુ અને ચાંદીના આભૂષણો, ઝાડુ, મીઠુ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કુબેરનો ફોટો, સાતમુખી રુદ્રાક્ષ ખરીદવાથી તમને લાભ થશે.

દીપદાનનું મહત્વ
ધનતેરસથી ઘરમાં દીપ પ્રજ્વલિત કરવાની શરૂઆત થઈ જાય છે. જે ભાઈબીજ સુધી ચાલે છે. કહેવાય છે કે ધનતેરસે યમરાજને દીપદાન કરવાથી ઘરમાં અકાળ મૃત્યુનો ભય ખતમ થઈ જાય છે. આ દિવસે ભગવાન કુબેરની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
