Dhanteras 2024 Tips: ધનતેરસ પર રાશિ અનુસાર કરો શૉપિંગ અને બનો ધનવાન
Dhanteras Shopping Tips in Gujarati: ધનતેરસનો તહેવાર શુભ અવસરોમાનો એક માનવામાં આવે છે, જ્યારે દેવી લક્ષ્મી અને ભગવાન ધનવંતરીના આશીર્વાદ મેળવવા માટે ખરીદી કરાય છે. આ દિવસ વિવિધ રાશિના જાતકો માટે કંઈક ખાસ વસ્તુઓ ખરીદવી શુભ મનાય છે.

તો આવો જાણીએ તમારી રાશી મુજબ આ ધનતેરસ પર શું ખરીદવાથી તમારી આર્થિક સ્થિતિ અને સુખ-સ્મૃદ્ધિમાં વધારો થઇ શકે છે...
મેષ રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
મેષ રાશિના જાતક ઉર્જાવાન અને સાહસી હોય છે. તેમના માટે ધનતેરસ પર ચાંદીનાં ઘરેણા કે કોઈ ધાતુથી બનેલી વસ્તુ ખરીદવી શુભ મનાય છે. આ ઉપરાંત લાલ રંગનો પર્સ અથવા લાલ રંગનો કોઈ સામાન ખરીદવાથી ધનમાં વધારો થશે. વાસ્તુ મુજબ ચાંદીના સિક્કા ખરીદી તિજોરીમાં રાખો, આનાથી લક્ષ્મીજીની કૃપા બની રહે છે.
વૃષભ રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
વૃષભ રાશિના જાતકો માટે ધનતેરસ પર સોનું, ચાંદી કે કીમતી ધાતુ ખરીદવું લાભદાયક રહેશે. સાથે જ ઘરના વાસ્તુમાં પણ સંતુલન બનાવી રાખવા માટે તાંબાના વાસણ ખરીદવાં શુભ રહેશે. આ ઉપરાંત લીલા રંગના વસ્ત્રો અથવા લીલા રંગની વસ્તુ ખરીદવાથી આર્થિક લાભ મળી શકે છે.
મિથુન રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
મિથુન રાશિના જાતકોએ ધનતેરસ પર પીતળથી બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ, જેમ કે પીતળના વાસણ અથવા પૂજાનો સામાન. આ ઉપરાંત લીલા રંગનો પર્સ કે ડાયરીમાં પૈસા રાખો, આનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈપણ એવી સજાવટી સામાન ખરીદો જે ઉત્તર દિશામાં રાખી શકાય.
કર્ક રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
કર્ક રાશિના જાતકોએ ધનતેરસ પર ચાંદીના વાસણ અથવા ચાંદીના કોઈ ઘરેણા ખરીદવા જોઈએ. આની સાથે જ સફેદ રંગના કપડા અથવા સજાવટી સામાન ઘરમાં રાખવાથી ઘરની શાંતિ અને સ્મૃદ્ધિમાં વધારો થાય છે. વાસ્તુ ટિપ અનુસાર દક્ષિણ દિશામાં રાખેલા સફેદ વસ્ત્ર તમારા જીવનમાં ખુશીઓ લાવશે.
સિંહ રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
સિંહ રાશિના જાતકોએ ધનતેરસ પર સોનું ખરીદવું જોઈએ. આ ઉપરાંત પીળા રંગનાં વસ્ત્રો અથવા પીતળથી બનેલી માતા લક્ષ્મી કે ગણેશની મૂર્તિ ખરીદવાથી ફાયદો થશે. ઘરની પૂર્વ દિશામાં આ વસ્ત્રો અથવા મૂર્તિ રાખી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
કન્યા રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
કન્યા રાશિના જાતકોએ ધનતેરસ પર તાંબાની બનેલી વસ્તુ અથવા લીલા રંગનો પર્સ ખરીદવો શુભ રહેશે. આ ઉપરાંત ઘરની સજાવટ માટે માટી અથવા લાકડીથી બનેલ સજાવટી સામાન ખરીદો. વાસ્તુ મુજબ ઘરની પશ્ચિમ દિશામાં એવી વસ્તુઓ રાખો જે તમને શાંતિ અને આર્થિક સંતુલન પ્રદાન કરશે.
તુલા રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
તુલા રાશિના લોકો ધનતેરસ પર ચાંદીના સિક્કા, ઘરેણા ખરીદી શકે છે. ઘરમાં સફેદ રંગનો સજાવટી સામાન લાવી ઉત્તર દિશામાં રાખો, તેનાથી પ્રેમ અને ધનનો સંચાર થાય છે. આ દિવસ ચાંદીની નાની મૂર્તિ ખરીદી પૂજા સ્થળ પર રાખો.
વૃશ્ચિક રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
વૃશ્ચિક રાશિના જાતકોએ આ દિવસે લોખંડ અથવા સ્ટીલથી બનેલી વસ્તુઓ, જેમ કે વાસણ વગેરે ખરીદવા શુભ રહેશે. આ ઉપરાંત, લાલ રંગનું કાપડ અથવા વસ્ત્ર ખરીદો, જેનાથી જીવનમાં ઉન્નતિ અને આર્થિક વૃદ્ધિ થશે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તે રાખો, વાસ્તુ મુજબ આ દિશા ધન અને સમૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે.
ધન રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
ધન રાશિના જાતકોએ ધનતેરસ પર પીળા રંગના ઘરેણા અથવા સોનાના ઘરેણા ખરીદવા લાભદાયક હોય છે. સાથે જ પીળા રંગના વસ્ત્ર અથવા પીતળની મૂર્તિ જે ઘરની સજાવટમાં કામ આવે તેવાં ખરીદી શકો છો. ઘરની પૂર્વ દિશામાં પીળા વસ્ત્ર રાખો, જેનાથી ધન અને માન-સમ્માનમાં વધારો થાય છે.
મકર રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
મકર રાશિના જાતકો માટે કાળા રંગની વસ્તુઓ, જેમ કે કાળા રંગનો પર્સ ધનતેરસ પર ખરીદી શકે છે. આ ઉપરાંત આ દિવસે લોખંડ અથવા સ્ટીલથી બનેલી વસ્તુઓ જેમ કે ખુરશી, ટેબલ વગેરે વસ્તુઓ ખરીદી શકો છો. આ વસ્તુઓ ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો, જેનાથી ધનનું આગમન અને સ્થાયિત્વમાં વધારો થશે.
કુંભ રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
કુંભ રાશિના જાતકોએ આ ધનતેરસ પર બ્લૂ કલરની વસ્તુઓ ખરીદવી શુભ રહેશે. આ ઉપરાંત તાંબા અથવા પીતળના બનેલા વાસણ ખરીદો અને તેને ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો. તે વાસ્તુમાં તો સંતુલન બનાવે જ છે સાથે જ આવકના નવા સ્રોત પણ ઉત્પન્ન કરે છે.
મીન રાશિના જાતકોએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ
મીન રાશિના જાતકોએ ધનતેરસ પર પીતળની મૂર્તિ, તાંબાના વાસણ અથવા પીળા રંગના વસ્ત્રો ખરીદવા શુભ હોય છે. આ ઉપરાંત લીલા રંગની નાની મૂર્તિ અથવા સજાવટી સામાન ખરીદો અને તેને ઘરની પૂર્વ દિશામાં રાખો. આ વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
