Chandra Grahan, Holi 2024: ચંદ્ર ગ્રહણ વચ્ચે ઉજવાશે હોળી, જાણો હોલિકા દહનનું મુહૂર્ત
Chandra Grahan, Holi 2024: ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 24 અને 24 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જોકે, વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચના રોજ લાગશે, જેનો પ્રભાવ હોળીના તહેવાર પર થશે.
ચંદ્રગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખગોળીય ઘટના હોવા છતાં ભારતમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. ગ્રહણ દરમિયાન પૂજા કરવા પર પ્રતિબંધ છે. આ વખતે ગ્રહણ હોળીના દિવસે થવાનું છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે, નહીં અને ક્યારે આપણે હોલિકા દહન કરી શકીશું.

25 માર્ચે થવાનું છે ચંદ્રગ્રહણ - પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા 25 માર્ચના રોજ છે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. ભારતીય સમય અનુસાર, આ ગ્રહણ 25 માર્ચે સવારે 10:23 કલાકે શરૂ થશે, અને બપોરે 3:02 વાગ્યે સમાપ્ત થશે.
સુતક લાગુ પડશે કે નહીં - વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે, અને તે ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ ન દેખાતું હોવાને કારણે સુતક કાળ પણ માન્ય નથી અને હોળીના તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ નહીં આવે.
સુતક સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા માન્ય છે, અને આ સમયગાળા દરમિયાન પૂજા અથવા ધાર્મિક વિધિઓ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરીને મનમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે.
હોલિકા દહનનો સમય - હોલિકા દહન 24મી માર્ચના રોજ ઉજવાશે. હોલિકા દહનનો શુભ સમય 24મી માર્ચે બપોરે 11:12 થી 12:07 સુધીનો છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
