Chandra Grahan 2022: 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ, ગર્ભવતી મહિલાઓએ સાવચેત રહેવુ, આ વાતોનુ રાખો ધ્યાન
8મી નવેમ્બર 2022, કારતક પૂનમના રોજના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ.
Lunar eclipse and Pregnant women: 8મી નવેમ્બર 2022, કારતક પૂનમના રોજના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ. વૈજ્ઞાનિકો પણ આ વાતને સ્વીકારે છે કે ગ્રહણ દરમિયાન નીકળતા હાનિકારક કિરણો અનેક પ્રકારની સમસ્યાઓનુ કારણ બને છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભાશયમાં જન્મેલા બાળક પર તેની ઘણી આડઅસર થાય છે. જો ગર્ભવતી મહિલા ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર જાય તો બાળક પર હાનિકારક કિરણો પડતા બાળકનો વિકાસ પ્રભાવિત થાય છે. બાળકનો બૌદ્ધિક વિકાસ પણ થતો નથી. આ સિવાય બાળકના અંગોમાં થોડી વિકૃતિ આવી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ શું કરવુ? શું ના કરવુ?
- ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ. જો બહાર આવવુ ખૂબ જ જરૂરી હોય તો પેટ પર પીળી માટી, ગોબર અથવા તુલસીના પાનને પીસીને લગાવો.
- ગ્રહણ કાળ દરમિયાન ગળામાં સફેદ ચંદનની માળા પહેરો અને ગ્રહણ પૂર્ણ થયા બાદ આ માળાને પાણીમાં વિસર્જીત કરી દો.
- ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવુ કે પીવુ પ્રતિબંધિત છે. જો જરૂરી હોય તો ગ્રહણ શરૂ થાય તે પહેલાં તમારા ખાવા-પીવામાં તુલસીના પાન અથવા કુશા મૂકી દો.
- સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન ચાકૂ, છરી, કાતર જેવી કોઈપણ કાપવાની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત, વસ્તુઓ સીવવા માટે સોય, સ્ટેપલર વગેરેનો ઉપયોગ કરશો નહીં. આનાથી બાળકના અંગોને અસર થઈ શકે છે.
- ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવુ ન જોઈએ. આ બાળકના માનસિક વિકાસને અસર કરે છે.
- ગ્રહણ કાળમાં ધાર્મિક અને સારુ સાહિત્ય વાંચો. પ્રેરણાત્મક વાર્તાઓ, દંતકથાઓની વાર્તાઓ અને મનને પ્રસન્ન કરતા પુસ્તકો, લેખો વાંચો.
- મંત્ર, ભજન, શાસ્ત્રીય સંગીત, ખુશનુમા ગીતો સાંભળવા એ બાળકના વિકાસ માટે ફાયદાકારક છે. હિંસક ફિલ્મો ન જુઓ, વિકૃત સાહિત્ય વાંચશો નહિ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
