Date Of Birth Vade Jano Career: પોતાના મૂલાંક મુજબ પસંદ કરો કરિયર, સફળતા ચોક્કસ મળશે
જો તમારા મનમાં પણ પોતાના કામકાજને લઈને ઘણા સવાલો હોય અને તમે નક્કી ના કરી શકતા હોય કે તમારા માટે કયુ કરિયર કે વેપાર યોગ્ય રહેશે તો અંકશાસ્ત્રમાં મૂલાંકથી પણ તમે એ જાણી શકો છો.

Date Of Birth Vade Jano Career: પૈસા કમાવા માટે યોગ્ય કરિયર અને બિઝનેસ પસંદ કરવો ખૂબ જરુરી છે. જો તેમાં કોઈ ભૂલ થઈ ગઈ તો જીવન પડકારો અને કષ્ટોથી ભરાઈ જાય છે. જો તમારા મનમાં પણ પોતાના કામકાજને લઈને ઘણા સવાલો હોય અને તમે નક્કી ના કરી શકતા હોય કે તમારા માટે કયુ કરિયર કે વેપાર યોગ્ય રહેશે તો અંકશાસ્ત્રમાં મૂલાંકથી પણ તમે એ જાણી શકો છો. તો આવો જાણીએ, તમારા મૂલાંક અનુસાર કયા ક્ષેત્રમાં કરિયર બનાવીને તમે જબરદસ્ત સફળતા મેળવી શકો છો.

મૂલાંક 1
જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે થયો હોય તેનો મૂલાંક 1 હોય છે. આ સંખ્યા સૂર્ય દ્વારા સંચાલિત છે. મૂલાંક 1ના લોકો ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. તેમની પાસે નેતૃત્વ ક્ષમતા હોય છે. તેમને રાજકારણ, વહીવટી સેવા, ઈલેક્ટ્રોનિક્સ વ્યવસાય, સોના-ચાંદીના વ્યવસાય વગેરેમાં સારી સફળતા મળે છે.

મૂલાંક 2
2, 11, 20 કે 29 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 2 હોય છે. ચંદ્ર દ્વારા શાસિત આ સંખ્યાને માતૃત્વની સંખ્યા પણ કહેવામાં આવે છે. આ મૂલાંકના લોકો મનોરંજન તરફ વધુ ઝુકાવ ધરાવતા હોય છે. બધુ વ્યવસ્થિત રીતે કરવુ તેમને ખૂબ ગમે છે. કલા, મનોરંજન, ડેરી વ્યવસાય, ખેતી, પશુપાલન, વાહનવ્યવહાર વગેરે જેવા કાર્યો તેમના નસીબને ઉજ્જવળ કરી શકે છે.

મૂલાંક 3
કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી કે 30મી તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 3 હોય છે. આ સંખ્યા ગુરુ દ્વારા સંચાલિત છે. આ મૂલાંકના લોકો કંઈક મોટુ કરવા ઈચ્છે છે. નોકરી હોય કે ધંધો, તેમને ઉચ્ચ પદ પર રહેવુ ગમે છે. કળા, રાજકારણ, સમાજ સેવા, ઉચ્ચ પદની નોકરી, બેંકની નોકરી, પોતાનો વ્યવસાય કરવો 3 નંબર ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે.

મૂલાંક 4
જો કોઈ વ્યક્તિનો જન્મ 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તો તેનો મૂલાંક 4 છે. રાહુ દ્વારા શાસિત આ અંકવાળા લોકોને એક ઝટકામાં મોટી સફળતા મળે છે, ક્યારેક અચાનક તેમને નિષ્ફળતાનો સામનો પણ કરવો પડે છે. તેઓ સ્વતંત્ર મનના હોય છે. તેમની અંદર કંઈક નવુ કરવાની ઝંખના હોય છે. આ મૂલાંકના લોકો અભિનય, વ્યવસાય અથવા કોઈપણ નોકરીમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે.

મૂલાંક 5
જેમનો જન્મ 5, 14 કે 23 તારીખે થયો હોય તેમનો નંબર 5 હોય છે. આ સંખ્યા બુધ દ્વારા સંચાલિત થાય છે, તેઓ લોકો સાથે સામાજિકતા, નવા મિત્રો બનાવવાનુ પસંદ કરે છે. જો કે, તેઓ કોઈપણ જોખમ લેવા માટે ગભરાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તેમની પ્રગતિ અટકી જાય છે. તેમના માટે વિજ્ઞાન, શેરબજાર, શિક્ષણ સંબંધિત કામ કરવુ ખૂબ જ શુભ હોય છે.

મૂલાંક 6
જો કોઈ વ્યક્તિનો જન્મ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તો તેનો મૂલાંક 6 થાય છે. આ સંખ્યા શુક્ર દ્વારા શાસન કરે છે, જે સૌંદર્ય, હિંમત અને સર્જનનુ પ્રતિનિધિત્વ કરે છે. આ મૂલાંકના લોકોનુ વ્યક્તિત્વ ખૂબ જ સારુ હોય છે. જો કે તેઓ પોતાના નિર્ણયો લેવામાં ડરતા હોય છે. તેઓ તેમના નિર્ણયો માટે અન્ય પર વધુ આધાર રાખે છે. મનોરંજનના ક્ષેત્રમાં, રમતગમતમાં કે લક્ઝરી વસ્તુઓના વ્યવસાયમાં તેમનુ નસીબ ચમકે છે.

મૂલાંક 7
જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તેનો મૂલાંક 7 હોય છે. આ અંક પર કેતુનુ શાસન છે. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ ધરાવતા હોય છે. લેખન, સંપાદન, પત્રકારત્વ, ટ્રાવેલ એજન્ટ, સંશોધન સંબંધિત કાર્યો તેમના માટે યોગ્ય છે.

મૂલાંક 8
8, 17 કે 26 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 8 છે. આ નંબર પર ન્યાયના દેવતા શનિદેવનુ શાસન છે. આ મૂલાંકના લોકો સાંસારિક સુખ મેળવવા ઈચ્છે છે, આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ ખોટી દિશામાં નિર્ણય લે છે, જે તેમના માટે મુશ્કેલીનુ કારણ બની જાય છે. ઘણી વખત સાચા હોવા છતાં તે ખોટા સાબિત થાય છે. રાજકારણ, કલા, રિયલ એસ્ટેટ અને લોખંડનો વ્યવસાય તેમના માટે શ્રેષ્ઠ કાર્ય છે.

મૂલાંક 9
જે લોકોનો જન્મ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તેમનો મૂલાંક 9 હોય છે. આ અંક પર મંગળનુ શાસન છે. આ મૂલાંકના જાતકોનુ જીવન સંઘર્ષોથી ભરેલુ છે. તેઓ પોતાની મૂંઝવણોમાં જ ફસાયેલા રહે છે. ઘણીવાર તેમનુ ધ્યાન તેમના ધ્યેય પરથી ભટકાઈ જાય છે. તેઓ મનોરંજન, કળા, સેના, રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
