Buddha Purnima 2021: જાણો ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ અને જીવન વિશેના વિચારો
આવો જાણીએ ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ, જીવન અને ખુશી વિશેના વિચારો..
આ વર્ષે બુદ્ધ જયંતિ બુધવાર એટલે કે 26 મેના રોજ મનાવવામાં આવશે. દુનિયાભરના બૌદ્ધ અને હિંદુ ગૌતમ બુદ્ધના જન્મને બુદ્ધ જયંતિ રૂપે મનાવે છે. બુદ્ધનો જન્મ સિદ્ધાર્થ ગૌતમ, એક રાજકુમાર તરીકે, પૂર્ણિમા તિથિ પર 563 ઈસા પૂર્વમાં પૂનમના દિવસે થયો હતો. લુંબિની(આધુનિક નેપાળમાં એક ક્ષેત્ર)માં એટલા માટે તેમની જયંતિના દિવસે બુદ્ધ પૂર્ણિમા કે વૈસાક તરીકે ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ અને તેમણે સૌથી પહેલા સારનાથમાં ધર્મની દિક્ષા આપી હતી. આવો જાણીએ ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ, જીવન અને ખુશી વિશેના વિચારો..

ગૌતમ બુદ્ધના શાંતિ વિશેના વિચારો
- જે કંઈ પણ તમારી પાસે છે તેને વધારીને ન બતાવો, બીજાની ઈર્ષા ન કરો, જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ ક્યારેય નથી મળતી.
- શાંતિ આપણી અંદર છે. જ્યારે મન ભટકવાનુ બંધ કરી દે છે ત્યારે શાંતિ અનુભવાય છે.
- કંઈ પણ સ્થાયી નથી.
- જેણે પોતાને વશમાં કરી લીધો છે તેની જીતને દેવતા પણ હારમાં ફેરવી નથી શકતા.

ગૌતમ બુદ્ધના પ્રેમ વિશેના વિચારો
- નફરતથી નફરત જ ફેલાય છે, નફરતને પ્રેમથી ખતમ કરી શકાય છે. આ જ શાશ્વત છે.
- કોઈ પણ વ્યક્તિ આપણા મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતા.. આપણો વ્યવહાર અને શબ્દ જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે..
- તમે તમારા ક્રોધ માટે દંડ નહિ મેળવો પરંતુ તમારા ક્રોધ દ્વારા દંડ મેળવશો.
- જે તમારી ખુશી માટે પોતાની હાર માની લેતા હોય તેનાથી તમે ક્યારેય જીતી ના શકો.

ગૌતમ બુદ્ધના ખુશી અને જીવન વિશેના વિચારો
- ના જાતિથી, ના વંશથી, ના જન્મથી કોઈ મનુષ્ય અપવિત્ર થાય છે, જેમાં સત્ય નથી, સદાચાર નથી, શીલવાન નથી એ જ મનુષ્ય અપવિત્ર છે.
- જીભ એક તેજ ધાર ચાકૂ જેવી છે જે લોહી કાઢ્યા વિના મારી દે છે.
- મનુષ્ય ગમે તેટલો ગોરો હોય પરંતુ તેનો પડછાયો સદૈવ કાળો જ હોય છે. હું શ્રેષ્ઠ છુ એ આત્મવિશ્વાસ છે! પરંતુ માત્ર હું જ શ્રેષ્ઠ છુ એ અહંકાર છે.
- જ્યારે કોઈની સંગતથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે ત્યારે સમજજો કે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી.
- જો તમે બીજાના માટે દીવો પ્રગટાવશો તો એ તમારા રસ્તાને પણ રોશન કરી દે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
