વિષ્ણુ-લક્ષ્મીને પ્રસન્ન કરવા બુદ્ધ પૂર્ણિમાએ આ રીતે કરો પૂજા પાઠ
પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે.
પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે, જો કે તેમાં વૈશાખ પૂનમનું મહત્વ વધુ છે. કારણ કે આ પૂનમ ભગવાન બુદ્ધના અવતરણના દિવસ રૂપે મનાવાય છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના નવમાં અવતાર છે. આ દ્રષ્ટિએ પણ આ પૂનમનું મહત્વ વધી જાય છે. 30 એપ્રિલ એટલે કે આજે બુદ્ધ પૂર્ણિમાં છે. આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે શુભ કાર્યોમાં પૂર્ણ સિદ્ધિ મળે છે. આ દિવસે કરેલા મંત્રો તરત સિદ્ધ થાય છે.

માનસિક રોગોમાં રાહત
પૂનમના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જેથી જેઓને માનસિક રોગ છે, માનસિક તાણ છે તેઓ આ દિવસે ચાંદીના વાસણમાં ચોખ્ખા પાણીમાં થોડુ ગંગાજળ નાખી રાત ચાંદની નીચે આખી રાત રાખવું. પછી આ જળને ચાંદીના વાસણમાં ભરીને રાખી લેવું. આ જળ થોડુ થોડુ સેવન કરવાથી માનસિક રોગમાં રાહત મળે છે. આ જળમાં જળ મેળવતા જાવ આ ક્યારેય ખતમ નહિં થાય. આ જળ અનેક માનસિક રોગોમાં આરામ આપે છે.

પૂનમના દિવસે ખીર બનાવો
પૂનમના દિવસે મિશ્રી નાખેલી ખીર બનાવો અને 12 વર્ષ સુધીની સાત કન્યાઓનું પૂજન કરી તેમને ખવડાવો. તેનાથી આર્થિક સંપન્નતા વધે છે. વેપારમાં લાભ થાય છે, નોકરીમાં પ્રેમોશન મળે છે. પૂનમના દિવસે ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન આપવું. સવારે ઘરને ગંગાજળ અને ગૌમુત્રથી પવિત્ર કરવું. ઘરના મુખ્ય દ્વારે હળદર, રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવો. કાર્યસ્થળે ગંગાજળનો છંટકાવ કરો.

પૂજા વિધિ
પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો, ધૂપ લગાવો અને કપૂર જલાવો. પરિવાર સહિત માતા લક્ષ્મી-વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરો. લક્ષ્મી માતાને મખાનાની ખીર, સાબુદાણાની ખીર કે સફેદ મિઠાઈનો ભોગ લગાવો. પૂજા બાદ આ પ્રસાદ વહેંચો. આ દિવસે ઘરમાં કલેશ કરવાથી બચજો.

ચંદ્રને જળ અર્પણ
સવારે કે સાંજે મંદિરે જરૂર જાવ. હનુમાનજીની સામે ચમેલીનું તેલ અને પીપળાના નીચે સરસીયાના તેલથી દીવો કરો. આ દિવસે હનુમાનજીને ચોલો ચઢાવો. તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ થશે. સાંજના સમયે ચંદ્રને જળ અર્પિત કરો. ધૂપ-દીવથી તેમનું પૂજન કરો. પૂનમની રાતે તુલસીની માળાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી વિષ્ણુ-લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે. ધન-સંપતિની પ્રાપ્તિ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
