Astro Tips: પીપળાની પૂજા અપાવશે અનેક મુશ્કેલીઓમાંથી છૂટકારો
હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર, પૂજનીય, સુલભ અને વિશાળકાય વૃક્ષ એ પીપળો છે. લોકવાયકા પ્રમાણે તેની પોતાની ખુબીઓ અનેકગણી છે.
હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર, પૂજનીય, સુલભ અને વિશાળકાય વૃક્ષ એ પીપળો છે. લોકવાયકા પ્રમાણે તેની પોતાની ખુબીઓ અનેકગણી છે. માન્યતા અનુસાર આ ઝાડ પર પ્રેતવાસ હોય છે, જેથી કોઈ વ્યકિત તેની નીચે સુતુ નથી કે પેશાબ કરતુ નથી. સ્કન્દ પુરાણમાં વર્ણિત છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, મૂળમાં કેશવ, શાખામાં નારાયણ, પાંદડામાં શ્રી હરિ તથા ફળમાં તમામ દેવ વિધ્યમાન હોય છે. પીપળો ભગવાન વિષ્ણુના જીવન અને પૂર્ણતઃ મૂર્તિમાન સ્વરૂપ છે તો આવો જાણીએ પીપળાના જ્યોતિષ લાભ વિશે..

શીધ્ર સિદ્ધિ હેતુ
- શીધ્ર સિદ્ધિ હેતુ- તામસિક સાધનામાં પીપળા નીચે બેસીને સાધના કરવાથી શીઘ્ર સફળતા મળે છે. તેની પૂજા કરવા માત્રથી તમામ મનોકામના પૂરીં થાય છે.
- આર્થિક સમૃદ્ધિ- જે લોકો આર્થિક મુશ્કેલીથી પિડાઈ રહ્યા છે તે શનિવારે પીપળાના વૃક્ષને જળમાં ગોળ અને દૂધ મિશ્રિત કરી ચઢાવવું અને સરસિયાના તેલનો દિવો કરવો. આમ નિયમિત પૂજા કરવાથી ધીમે ધીમે આર્થિક સમૃદ્ધિ આવવા લાગે છે.
- દરિદ્રતા નાશક-પીપળાના ઝાડ નીચે શંકરને સ્થાપિત કરી ઓમ નમઃ શિવાય મંત્રનો નિત્ય જાપ કરવાથી ઘરની દરિદ્રતા ખતમ થાય છે.
- કાર્ય સિદ્ધિ હેતુ-પીપળાના પાંચ પાન, પનીર, દૂધથી બનેલ કોઈ મિષ્ઠાન દિવાળીની રાત્રે પીપળાની નીચે દબાવી દેવાથી ઈચ્છિત મનોકામના પૂરીં થાય છે.
- વેપારમાં ઉન્નતિ માટે- દરેક શનિવારે એક પીપળાનું પાન લઈ તેના પર સ્વસ્તિક બનાવી તમારા ગાદલા નીચે મુકી લો. આ ઉપાય સતત 7 શનિવાર કરતા 8માં શનિવારે બધા પાન કોઈ સુનસાન જગ્યાએ નાખી દો. આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થવા લાગશે.
- દેવામાંથી મુક્તિ- જેઓ દેવામાં ફસાયેલા છે તેઓ શ્મશાનના કુવાનું જળ લાવી કોઈ પીપળાના વૃક્ષને ચઢાવો. સતત 6 શનિવાર સુધી આ ઉપાય કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.
- માનસિક તાણ દૂર કરવા- પીપળાની લાકડી ચંદનની જેમ ઘસી રાત્રે સુતી વખતે લગાવાથી માનસિક તાણ દૂર થાય છે.
- સંતાન પ્રાપ્તિ-જે દંપતિને સંતાન નથી તેઓ પીપળાના પાન લગભગ 1 કલાક સુધી જળમાં રાખી, ત્યારબાદ પાન ફેંકી દો. આ જળનું સેવન કરી લો. આ પ્રયોગ સતત 3 મહિના કરવાથી લાભ થાય છે.
- પિતૃદોષ મુક્તિ- પિતૃ દોષથી પિડિત વ્યકિતને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પિતૃદોષથી પિડિત વ્યકિતને પીપળાના ઝાડ નીચે શ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
- શનિની સાડાસાતી- શનિની સાડાસાતી અને ઢૈય્યાનું સમન થાય તે માટે શનિવારે 19 હાથના કાળા દોરાને 19 વાર પીપળાની પરિક્રમા કરીને લપેટી દો. ત્યારબાદ તલના તેલથી દીવો કરો. શનિવારે નિયમિત પીપળાની સેવા કરવાથી શનિનો પ્રકોપ એકાન્ત થઈ શુભફળ આપવા લાગે છે.

ઓમ નમઃ શિવાય મંત્રનો નિત્ય જાપ

ઉન્નતિ માટે

માનસિક તાણ દૂર થાય

શનિની સાડાસાતી
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
