ઘરમાં વારંવાર બિલાડી આવવા લાગી છે? તો થઈ જાવ સાવધાન
ઘરમાં વારંવાર બિલાડી આવવા લાગી છે? તો થઈ જાવ સાવધાન
આજકાલ બિલાડીઓને ઘરમાં પાલતૂ જાનવરના રૂપમાં પાળવામાં આવે છે, પરંતુ આ કેટલું અશુભ છે અથવા તો કેટલું શુભ છે તેના વિશે કેટલીય ધારણાઓ છે. નારદ પુરાણ મુજબ બિલાડી વારંવાર ઘરમાં આવે તેને અશુભ માનવામાં આવ્યું છે. જો બિલાડી ઘરમાં આવતી હોય તો જરૂર કંઈક અશુભ થવાનું હશે કેમ કે તેને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે.

બિલાડી પૉઝિટિવ એનર્જીનો નાશ કરે છે
જણાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં બિલાડી જાય ચે ત્યાં સકારાત્મક ઉર્જાને નુકસાન પહોંચે છે. માટે તંત્ર-મંત્રની સાધના કરનારાઓ બિલાડીને કાળી શક્તિના પ્રતિકના રૂપમાં માને છે. જો કોઈ ઘરમાં બિલાડી વારંવાર આવતી હોય તો તે ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ બની રહે છે.

બિલાડીઓ સમસ્યા લાવે છે
જ્યાં સુધી બની શકે બિલાડીને વારંવાર ઘરમાં ના આવવા દો, જો છતાં આવું થાય તો તેનાથી નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે સત્યનારાયણ ભગવાનની પૂજા અથવા કોઈ હવનનું અનુષ્ઠાન કરાવો. માનવામાં આવે છે કે બિલાડી ઘરમાં એક પછી એક કેટલીય સમસ્યા લાવે છે જે કારણે ઘરનો મુખિયા તણાવમાં રહે છે.

સાવધાન થઈ જાઓ
જો તમારા ઘરમાં અચાનક જ બિલાડીનું આવવું જવું વધી જાય છે તો તેને સામાન્ય વાત માની અણદેખી ના કરો. આ ભવિષ્યમાં થનાર ઘટનાઓના સંકેત હોય શકે છે. માટે સાવધાન થઈ જાઓ.

બિલાડી અશુભ કેમ છે?
એનું કારણ એ છે કે વારંવાર બિલાડી ઘરમાં આવવાથી બિલાડીનો દૂધ પી જવાનો ખતરો તો રહે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધારવા લાગે છે. નારદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બિલાડીઓના પગની ધૂળ જ્યાંપણ ઉડે છે ત્યાં સકારાત્મક ઉર્જાને હાની પહોંચે છે એટલે કે શુભનો નાશ થાય છે.

બિલાડી અશુભ કેમ છે?
તંત્ર-મંત્રની સાધના કરનારાઓ બિલાડીને કાળી શક્તિનું પ્રતિક માને છે અને બિલાડીઓની પૂજા કરે છે. બિલાડીઓના પિતૃ સાથે પણ સંબંધ માનવામાં આવે છે. માટે પણ બિલાડીઓનું ઘરમાં આવવું અશુભ માનવામાં આવે છે. બિલાડીઓ વિશે માન્યતા છે કે ભોજન કરતી વખતે બિલાડી આવીને જૂએ તો કષ્ટ પહોંચે છે અને મોટી હાની થાય છે.

પાળતૂ બિલાડી ક્યારે ભાગી જાય
કેટલાક લોકોને ત્યાં કોઈ અશુભ ઘટના થવા પર બિલાડીઓના આવવાને બદલે તેમના ઘરના પાળતૂ બિલાડી ઘરેથી ભાગી જાય છે. એનું કારણ એ છે કે બિલાડીની છઠ્ઠી ઈન્દ્રી વધુ સક્રિય હોય છે જેનાથી તેમને પૂર્વાભાસ થઈ જાય છે અને ઘર છોડીને ભાગી જાય છે.

ક્યાંક ચાટી ના લે બિલાડી
તમે ઊંઘી રહ્યા હોવ અને બિલાડી આવીને તમારું માથું ચાટવા લાગે તો સરકારી મામલામાં ફસાય શકો છો. બિલાડી પગ ચાટે તેનો મતલબ નજીકના ભવિષ્યમાં તમે બિમાર પડી શકો છો. બિલાડી તમારા પરથી કૂદીને ચાલી જાય તો તેનો સંકેત છે કે તમારે તકલીફ વેઠવી પડી શકે છે.

બિલાડી રસ્તો કાપે તો
માન્યતા મુજબ કાળી બિલાડી રસ્તો કાપે તો જ્યારે બિલાડી ડાબી બાજુ પાર કરીને જમણી તરફ જાય છે ત્યારે જ અશુભ માનવામાં આવે છે. અન્ય સ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ માનવામાં નથી આવતું. જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી તરફ ચાલી જાય ચે તો તે પોતાની પાછળ તેની નેગેટિવ એનર્જી છોડી જાય છે, જે ઘણીવાર સુધી તે માર્ગ પર બની રહે છે. ખાસ કરીને કાળી બિલાડી વિશે આવું માનવામાં આવે છે.

બિલાડીનું રડવું
બિલાડીનો રડવાનો અવાજ બહુ ડરામણો હોય છે. ચોક્કસ તે સાંભળીને આપણા મનમાં ભય અને આશંકા જન્મ લે છે. માનવામાં આવે છે કે બિલાડી જો ઘરમાં આવીને રોવા લાગે તો ઘરના કોઈ સભ્યનું મોત થવાની સૂચના અથવા કોઈ અપ્રિય ઘટના થઈ શકે છે.

બિલાડીઓનું ઝઘડવું
બિલાડીઓનો ઝઘડો સંકેત આપે છે કે તમને ધનહાની અને ગૃહક્લેશ થઈ શકે છે. જો કોઈના ઘરમાં બિલાડીઓ લડી રહી હોય તો માનવામાં આવે છે કે જલદી જ ઘરમાં ઝઘડા ઉત્પન્ન થશે. અને ઘરમાં થયેલા ઝઘડાઓ જ ધનહાનિનું કારણ હોય છે.

બિલાડીઓ સાથે જોડાયેલી અન્ય માન્યતા
લોક માન્યતા છે કે દિવાળીની રાતે ઘરમાં બિલાડીનું આવવું શુભ શગુન માનવામાં આવે છે. બિલાડી ઘરમાં બચ્ચાંને જન્મ આપે તો તેને પણ શુભ માનવામાં આવે છે.

રાહુની સવારી
લાલ કિતાબ મુજબ બિલાડીને રાહુની સવારી કહેવામાં આવી છે. જે જાતકની કુંડલીમાં રાહુ શુભ નથી તેણે રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે બિલાડી પાડવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
