મનનો ભય દૂર કરવા માટે કરો આ ઉપાય!
મનનો કોઇપણ પ્રકારનો ભય ભગાડવામાં માટે કરો આ ઉપાય.
એવું જ કોઈ હશે જેને ડર ન લાગતો હોય. દરેક વ્યક્તિને ડર લાગતો હોય છે. જેમ કે પાણીનો, ઉંચાઈનો, કોઈને આગનો, કોઈને હથિયારનો, કોઈને અંધકારનો, કોઈને એકલા રહેવાનો, કોઈને સુનસાન રસ્તાઓનો અને કોઈને અદ્રશ્ય શક્તિઓ, નકારાત્મક ઉર્જાઓ, ભૂત-પ્રેત વગેરેનો. તુલસીદાસને પણ એક વખત સુનસાન રસ્તાઓ પર ડર લાગ્યો હતો તેને ભગાડવા માટે તેમણે હનુમાને યાદ કર્યા હતા અને તેમણે હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરી નાખ્યુ હતુ. આજે અમે તમને ડર ભગાડવા માટે કેટલાક આવા જ ઉપાયો જણાવિશું જેને શ્રધ્ધાથી કરવાથી તમે ડરથી મુક્ત થઈ જશો.

- જો તમને હંમેશા કોઈ નકારાત્મક શક્તિનો ડર લાગતો હોય તો સવારે હનુમાનજીનું પૂજન કરી ''हं हनुमंते नमः'' ની ઓછામાં ઓછી એક માળાનો નિયમિત જાપ કરો.
- જો તમે ભૂત-પ્રેતથી પરેશાન છો તો નિમ્ન ''हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबलः। अकस्मादागतोत्पातं नाशयाशु नमोस्तुते। નો જાપ કરવાથી દરેક પ્રકારના ભૂત-પ્રેતથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
- જો તમે કોઈ પણ પ્રકારના ડરથી પરેશાન છો અને તેને કારણે તમે શાંતીથી કામ કરી શકતા નથી તો તમે 'ऊॅ हं हनुमते रूद्रात्मकाय हुं फट ની નિયમિત માળા જપો. આમ કરવાથી તમારી અંદરનો ડર દૂર થઈ જશે અને તમે દરેક કામોમાં સફળતા મેળવશો.
- જો તમારુ બાળક શાળામાં પોતાની વાત કહેવાથી ડરતુ હોય કે પછી પરીક્ષાને લઈ ડરેલુ હોય તો તેને નિયમિત ऊ. नमो हनुमते रूद्रावतारय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा'' મંત્રની માળા કરવી જોઈએ. ધ્યાન રાખજો કે આ મંત્રનો જાપ બાળકની માતાએ કરવાનો છે ત્યારબાદ પાણીમાં ફૂંક મારી બાળકને સવાર-સાંજ પીવડાવવાનું છે.
- જો તમે રાત્રે અચાનક ડરી જાવ છો, જેને કારણે તમારી ઉંઘ ઉડી જાય છે તો સુતા પહેલા હાથ-પગ ધોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને એક લોટામાં જળ ભરી રાખી દો. સવારે ઉઠી આ જળને ચક્કુ વડે કાપી આ જળ પી જાવ.
- રાત્રે ડરનારા લોકો પોતાના તકિયામાં 19 શમીના પાન રાખી સુવાનું રાખે. આમ કરવાથી ડર ભાગી જાય છે. 15 દિવસ બાદ શમીના બીજા પાન તકિયા નીચે મુકો અને જૂના ફેંકી દો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
