મજબૂત ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ મેળવવા કરો આ ઉપાય
જ્યોતિષ પમાણે જાણો ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ વધારવાનો ઉપાય
આવક માટેનું યોગ્ય સાધન, ઉત્તમ નોકરી, મોટો બિઝનેસ, મોટો બંગલો, લક્ઝરી કાર, સુખી કુટુંબ આ બધુ જ સફળતાની વ્યાખ્યામાં આવે. જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રયત્નો કરે છે. સફળતા વ્યક્તિની મહેનત પર આધાર રાખે છે, તેની સાથે જ ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે.
જો ભાગ્યનો સાથ ન મળે તો ગમે તેટલું કરશો તો પણ સફળતા મળશે નહિં. સ્પિરિચ્યુઅલ ગુરુઓ પ્રમાણે ઈચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ આ ત્રણ બાબતો તમારી સફળતા નક્કી કરે છે.

નબળી ઈચ્છાશક્તિ
જો વ્યક્તિની ઈચ્છાશક્તિ નબળી હોય તો તે કોઈ પણ કામમાં સફળ થઈ શકતી નથી. વૈદિક જ્યોતિષ પ્રમાણે વ્યક્તિની ઈચ્છાશક્તિની જાણકારી તેના લગ્નથી જાણી શકાય છે. વ્યક્તિના લગ્નનો સ્વામી નબળો છે તો તેનામાં સાહસ અને ઈચ્છાશક્તિ નબળા હોય છે. આવા લોકો સપના તો મોટા મોટા જોવે છે પણ કરતા કશું જ નથી. લગ્નનો સ્વામી કમજોર છે તો વ્યક્તિમાં ઘોર નિરાશા છવાઈ જાય છે.

નબળો ચંદ્ર
જો જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ કમજોર છે. ચંદ્ર નીચનો છે, શત્રુ રાશિમાં સ્થિત હોય તો, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો વ્યક્તિ આળસુ હોય છે. જ્યારે આવા લોકોને કોઈ કામ કરવાનું કહેવામાં આવે તે તેમને ગમતુ નથી. આવી સ્થિતિમાં તેમના લોકો તેમનાથી દૂર થઈ જાય છે.

આત્મ-વિશ્વાસ માટે જવાબદાર મંગળ
જ્યોતિષ પ્રમાણે મંગળ ઉર્જાનો કારક ગ્રહ છે. જેની કુંડળીમાં મંગળ કમજોર છે અથવા નીચ ગ્રહોની સાથે બેઠો છે તો વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો ઘટાડો થાય છે. આવા લોકો જલદીજ નિરાશ થઈ જાય છે. તેની વિરુધ્ધ જે લોકોનો મંગળ મજબૂત હોય તેવા લોકો ગમે તેટલા અસફળ થાય તો પણ તેઓ ફરી તેટલીજ ઉર્જા સાથે ઉભા થાય છે. મંગળ ઠીક ન હોય તો આત્મ-વિશ્વાસ ઓછો રહે છે.

મજબૂત ઈચ્છાશક્તિ માટે શું કરશો?
- સૌ પહેલા તમારે ધૈર્યથી કામ લેવું જોઈએ. અસફળતા હાથ લાગે તો નિરાશ થવું નહિં.
- કોઈ આધ્યાત્મિક ગુરુ બનાવો અને તેમનું માર્ગદર્શન લો.
- સકારાત્મક ઉર્જા ધરાવતા લોકો સાથે બેસો અને નકારાત્મક લોકોથી દૂર રહો.
- એવા લોકોથી દૂર બેસો જે હંમેશા બીજાની ખોદણી જ કરતા હોય, બીજાના દોષો જ જોતા હોય.
- શનિવારના દિવસે તાંબા કે સોનાની વિંટીમાં એમેથિસ્ટ મધ્યમાં આંગળીમાં ધારણ કરો. પણ કોઈ જ્યોતિષને કુંડળી બતાવી લો જો તમારો શનિ મારકેશ હોય તો એમિથિસ્ટ ધારણ ન કરો.
- સોમવારના દિવસે ચાંદી કે સોનામાં રોઝ ક્વાર્ટસ અથવા પિંક સ્ફટિકને અનામિક આંગળીમાં ધારણ કરો. તેને ગળામાં પણ પહેરી શકાય છે.
- બ્રેસલેટ કે માળાના રૂપે સ્ફટિક પહેરી શકો છો. ઈચ્છાશક્તિ તેનાથી મજબૂત થાય છે.
- અસલી એક મુખી રુદ્રાક્ષને સોના કે ચાંદીના પેંડન્ટમાં પહેરો.
- આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન લો.
- ऊं नमः शिवाय મંત્રનો જાપ કરતા રહો.
- એકાગ્રતા વધારવા માટે લાલબિંદુ પર ધ્યાન લગાવી મેડિટેશન કરો.
- એકમુખી કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરો.
- કુંડળીમાં રાહુ જો ઠીક છે તો ગોમેદ પહેરો.

આત્મવિશ્વાસ કેવી રીતે વધારશો?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
