લસણના ભાવમાં અચાનક વધારો કેમ થઈ રહ્યો છે? હજુ વધી શકે છે ભાવ
એક તરફ ડૂંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે તો બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. જાણકારોના મતે હજુ પણ લસણના ભાવ વધી શકે છે.
લસણના ભાવની વાત કરીએ તો થોડા અઠવાડિયામાં તે 100 રૂપિયાથી વધીને 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. લસણના ભાવ વધવા પાછળ ઘણા કારણો આપવામાં આવે છે.

મુખ્ય કારણ વિશે વાત કરીએ તો તે લસણની ઓછી ઉપજ જવાબદાર છે. મધ્યપ્રદેશમાં લસણની સૌથી વધુ ખેતી થાય છે. પરંતુ ગયા વર્ષે લસણના ઉત્પાદનમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે.
ખેડૂતો વર્ષોથી લસણના પાકમાં નુકસાનનો સામનો કરી રહ્યા હતા. જેના કારણે તેણે લસણની ખેતી ઓછી થઈ છે અને તેના કારણે લસણના ભાવ આસમાને છે.
લસણના વેપારીઓ કહે છે કે લસણનો નવો પાક બજારમાં આવ્યા બાદ જ લસણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. વરસાદના કારણે પાકના વાવેતરમાં પણ સમય લાગ્યો છે.
તેથી નવા પાકના આગમનમાં વિલંબ થાય છે. ખરીફ પાકના આગમન પછી જ લસણના ભાવમાં ઘટાડો થશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં લસણના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે.
જણાવી દઈએ કે, લસણના ભાવ વધતા તેની સીધી અસર લોકોની થાળી પર પડે છે અને મોંઘવારી વધે છે. સરકાર આ સ્થિતીની પહોંચી વળવા માટે પગલા લેવી હોય છે. જો કે હજુ સુધી સરકારે આ મુદ્દે કોઈ મોટી જાહેરાત કરી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
