Sardar sarovar dam : નર્મદા કમાન્ટ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, ડેમની સપાટીમાં મોટો વધારો
Sardar sarovar dam : નર્મદા નદી પર આવેલા ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં મોટો વધારો જોવા મળ્યો છે.
હાલ નર્મદા ડેમ સરદાર સરોવરની જળસપાટી 121.40 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી સતત વધતી પાણીની આવકના કારણે ડેમમાં પાણીનો સંગ્રહ ઝડપથી વધી રહ્યો છે.
હાલમાં ડેમ 55 ટકા જેટલો ભરાઈ ગયો છે, જે ખેતી અને પીવાના પાણી માટે રાહતરૂપ સાબિત થશે.

ડેમમાં પાણીની વધતી આવકને કારણે હવે વીજ ઉત્પાદનની દિશામાં પણ પગલાં લેવાયા છે. આરબિએચપી (RBPH)ના ત્રણ પાવરહાઉસ અને સીএইચપિએચ (CHPH)નું એક પાવરહાઉસ ફરીથી કાર્યરત કરાયું છે, જેથી વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ સારો જોવા મળ્યો છે. બીજી તરફ નર્મદાના ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે ડેમમાં પાણીની મોટી આવક જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ડેમની સપાટી સતત વધી રહી છે.
બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા ખેડૂતો માટે વરાપ નીકળી છે અને ખેતીકામ ઝડપે ચાલી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
