ગુજરાતમાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી, અધધ આટલી મગફળીની ખરીદી કરાઈ
ગુજરાતમાં રાજ્યમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે. આ વર્ષે રાજ્યના મગફળી ઉત્પાદકો માટે રેકોર્ડબ્રેક ખરીદી થઈ છે, જેમાં ખેડૂતોને માત્ર 7 દિવસમાં ચુકવણું કરવામાં આવી રહ્યું છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, આ વર્ષે 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી 8,295 કરોડના મૂલ્યની 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે. આ આંકડા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી દર્શાવે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે મગફળીના દૈનિક ખરીદ મર્યાદામાં 125 મણમાંથી 200 મણ સુધી વધારાની જાહેરાત કરી હતી, જેના કારણે આ રેકોર્ડબ્રેક ખરીદી શક્ય બની છે.
મગફળીના ટેકાના ભાવ મણે 250 વધુ હોવાથી ખેડૂતો આ યોજનાથી પ્રોત્સાહિત થયા છે. કુલ 3.67 લાખ ખેડૂતોને 1,530 કરોડનો સીધો લાભ મળ્યો છે. નોંધણી કરાયેલા 98% ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે અને 2.92 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 6,600 કરોડનું ચુકવણું માત્ર 7 દિવસમાં પૂર્ણ થયું છે.
મગફળીના ટેકાના ભાવ પર ટકાવારી મુજબ દરેક ખેડૂતને યોગ્ય સેવાઓ મળી રહે તે માટે ખરીદી કેન્દ્રોમાં બારદાન ઉપલબ્ધતા, મગફળીનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરવા આગોતરી તૈયારીઓ અને સમયસર ચૂકવણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજકૌન અને રાજય સરકારના તંત્રના પ્રયાસોનો લાભ મેળવી ખેડૂતો માટે મુદત પૂરી થયા બાદ પણ ખરીદી પાંચ દિવસ લંબાવવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
