Pomegranate farming : 100 વીઘાના દાડમનું વાવેતર કરી કરોડોનું ઉત્પાદન લેતા ખેડૂતની સફળતાની કહાની
Pomegranate farming: દાડમની ખેતી મોરબી જિલ્લાના ખેડૂતોની પહેલી પસંદ બની રહી છે. આ વિસ્તારના ખેડૂતો કપાસ અને મગફળી જેવી પરંપરાગત ખેતીને છોડીને દાડમની ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે.
આજે આપણે આવા જ એક ખેડૂતની વાત કરવાના છીએ. આ ખેડૂતે હળવદની બાજુમાં નાના એવા ચુલી ગામમાં 100 વીઘા જેટલી જમીનમાં દાડમની ખેતી કરીને મોટુ ઉત્પાદન મેળવ્યુ છે.

100 વીઘામાં દાડમની ખેતી
હળવદના ચુલી ગામે દાડમની ખેતી કરતા ચિરાગ પટેલ પ્રગતિશિલ ખેડૂત છે. તેમને આજથી 8 વર્ષ પહેલા દાડમની ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં થોડી જમીનથી શરૂ થયેલી તેમની દાડમની ખેતી હાલ 100 વીઘા જમીનમાં વિસ્તરી છે.
આ સિઝનમાં 40 કિલો ઉત્પાદન મળશે
ચિરાગભાઈ જણાવે છે કે હાલ તેમના તૈયાર દાડમનું હાર્વેસ્ટિંગ કરવાની તૈયારી છે. તેમને આ સિઝનને સારૂ ઉત્પાદન મળશે. તેમના 20 વીઘાના દાડમમાં અંદાજે 80 થી 90 ટન દાડમનું ઉત્પાદન મળશે.

ઝાડ દીઠ અંદાજે 30 થી 40 કિલો ઉત્પાદન
ચિરાગભાઈ તેમના દાડમની ખેતી તરફ વળવાના અનુભવ વિશે વાત કરતા જણાવે છે કે પરંપરાગત ખેતીમાં તેમને મોટો ખર્ચ થતો હતો અને જોઈએ તેટલુ ઉત્પાદન મળતું નહોતુ. આ જ કારણે તેમને બાગાયત ખેતી શરૂ કરી.
આજે તેમના બગીચામાં તેમને એવરેજ ઝાડ દીઠ 30 થી 40 કિલો ઉત્પાદન મળે છે. હાલના બજાર ભાવ પ્રમાણે તેમને એક વીઘે 3 થી 4 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી જાય છે.
જો મગફળી અને કપાસ તેમજ જીરૂ જેવા પાકોની વાત કરીએ તો વર્ષે ખેડૂતોને માંડ 50-60 હજાર રૂપિયાનું ચોખ્ખુ ઉત્પાદન મળે છે. બીજી તરફ દાડમમાં ખર્ચો બાદ કરતા પણ ખેડૂતો 2.5 થી 3.5 લાખ રૂપિયાનું ચોખ્ખુ ઉત્પાદન લઈ શકે છે.

હવે વિસ્તારમાં વેપારીઓ આવતા થયા છે
ચિરાગભાઈ દાડમના માર્કેટ વિશે જણાવે છે કે, હાલ હળવદ વિસ્તારમાં મોટુ દાડમનું ઉત્પાદન થતુ હોવાથી વેપારીઓ ખેતરે આવતા થયા છે. આ ઉપરાંત હળવદ તાલુકામાં 6 જેટલા ફ્રુટ માર્કેટ સક્રિય છે. ખેડૂતો તેમના તૈયાર દાડમને આસાનીથી ત્યાં વેચાણ કરી શકે છે.
મર્યાદિત સાધનો અને સંચાલનમાં ઓછા માણસોની જરૂરિયાત
ચિરાગભાઈ જણાવે છે કે, પરંપરાત ખેતીમાં મજુરોની મોટી જરૂરિયાત રહે છે. મજુરો સમયસર મળતો ન હોવાથી ખેડૂતોનો તૈયાર માલ બગડે છે. બીજી તરફ દાડમમાં સંચાલનમાં આસાની રહે છે. આ જ કારણ છે કે ખેડૂતો દાડમની ખેતી અપનાવતા થયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
