PM Kisan Installment : કિસાન સન્માન નિધિનો 17મોં હપ્તો ક્યારે જમા થશે? આજે જ કરી લો આ કામ
પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. હવે 17માં હપ્તાને લઈને મહત્વનું અપડેટ આવ્યુ છે.
દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. પીએમ મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં આ યોજના હેઠળ 16મો હપ્તો જાહેર કર્યો હતો.

આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં કુલ 21,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. હવે ખેડૂતોને આગામી હપ્તો ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ કેન્દ્ર દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તરફ દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને આપવામાં આવે છે. યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિનામાં એકવાર 2,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર આખા વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં દર વર્ષે કુલ 6,000 રૂપિયા મોકલે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી, 2024ના રોજ તમામ પાત્ર ખેડૂતોને PM કિસાન યોજનાનો 16મો હપ્તો જારી કર્યો હતો. હપ્તાની રકમનું મૂલ્ય 21,000 કરોડથી વધુ હતું, જે 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવ્યું હતું.
પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિને ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે, એટલે કે એક વર્ષમાં એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં હપ્તો જમા થાય છે.
આ યોજનાનો લાભ ખેડૂતોને તેમના ખાતામાં પૈસા જમા કરાવીને સીધો આપવામાં આવે છે. 16મો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે હવે 17મો હપ્તો મે મહિનામાં રિલીઝ થવાની ધારણા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
