19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 20 મોં હપ્તો જમા થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના કોઈમ્બતુરથી ૧૯ નવેમ્બરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૨૧મો હપ્તો જાહેર કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના ખેડૂતો સાથે સંવાદ કરશે અને એક વિશેષ સંબોધન પણ આપશે.
આ પ્રસંગે ગુજરાતમાં ગાંધીનગરમાં એક રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહેશે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું કે, PM-KISAN યોજનાના ૨૧મા હપ્તા હેઠળ દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતોને કુલ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય મળશે. ગુજરાતમાં ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને લાભ થશે, જેમાં ૯૮૬ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થશે.
આ સમારોહમાં મુખ્યમંત્રી PM-KISAN યોજનાના લાભાર્થીઓ તેમજ વિવિધ કૃષિ અને બાગાયતી યોજનાઓ હેઠળ આવરી લેવાયેલા ખેડૂતોને સહાય મંજૂરી પત્રોનું વિતરણ પણ કરશે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત, ICAR કેન્દ્રો, કેન્દ્રીય અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ સમાન કાર્યક્રમો યોજાશે. આ સ્થળોએ પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે.
નોંધનીય છે કે, PM-KISAN યોજના હેઠળ ભારતમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૦ હપ્તા દ્વારા ૩,૯૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પૂરી પાડવામાં આવી છે. ફક્ત ગુજરાતમાં જ આ ૨૦ હપ્તા દ્વારા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ૨૧,૦૮૬ કરોડ રૂપિયાથી વધુ સીધા જમા કરવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
