યુરિયા સાથે આ ખાતરનો ક્યારેય ઉપયોગ ન કરો, મોટા પાયે ઘટી જશે ઉત્પાદન
ભારત ખેતી પ્રધાન દેશ છે અને મોટાભાગની ખેતીમાં યુરિયા ખાતરનો મોટાપાયે ઉપયોગ થાય છે. તમામ પાકોમાં યુરિયા સૌથી મહત્વનું ખાતર છે ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.
મોટા ભાગના ખેડૂતો માને છે કે યુરિયાથી ઉત્પાદન મળે છે પરંતુ યુરિયાનો વધુ પડતો ઉપયોગ પાકને ઝેરી બનાવે છે. આ સ્થિતિમાં ખેડૂતોએ તેમની ખેતીમાં સંતુલિત માત્રામાં યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ.

જણાવી દઈએ કે, સારા ઉત્પાદન માટે ખેડૂતોએ યુરિયા સાથે તેના જેવા જ અન્ય સમાન ખાતરનો ક્યારેય ઉપયોગ ટાળવો જોઈએ. નેનો યુરિયાની ચર્ચા છે અને તે પ્રવાહી સ્વરૂપમાં આવે છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અહેવાલો આવી રહ્યા છે કે, નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોની ઉપજમાં ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ નેનો યુરિયાના ઉપયોગની અસર ઉપજમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી છે.
પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના સંશોધન મુજબ, નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજ પર નકારાત્મક અસર, પ્રોટીન સામગ્રીમાં નોંધપાત્ર ઘટાડો અને ખેતી ખર્ચમાં એકંદર વધારો જોવા મળ્યો છે. નેનો યુરિયા પર આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનના પરિણામોએ ઉપજમાં વધારો કરવાના દાવા પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.
હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ નેનો યુરિયા અંગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પ્રાકૃતિક ખેતીના વલણ પર ચર્ચા કરતા કહ્યું કે ખેડૂતોએ રાસાયણિક ખાતરોના ઉપયોગ પર નિયંત્રણ રાખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોએ યુરિયાની સાથે નેનો યુરિયાનો ઉપયોગ ન કરવો, તેમણે માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ.
યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતોએ તેની સાથે નેનો યુરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ નેનો યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતોએ માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે યુરિયાની સાથે નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.
પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના નેનો યુરિયાને લઈને સંશોધનમાં પરંપરાગત નાઈટ્રોજનની સરખામણીમાં ડાંગર અને ઘઉંની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. નેનો-યુરિયાના ઉપયોગને કારણે ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ડાંગરની ઉપજમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
પ્રયોગમાં એ પણ જાણવા મળ્યું છે કે નેનો-યુરિયાના ઉપયોગથી જમીન ઉપરના ટીલર બાયોમાસ અને મૂળની ઘનતામાં ઘટાડો પણ જોવા મળ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
