MSP : 14 જેટલા પાકોના ટેકાના ભાવમાં કેન્દ્ર સરકારે વધારો કર્યો
MSP : ખેડૂત વિરોધી ગણાતી નરેન્દ્ર મોદીની આગેવાની વાળી કેન્દ્રની સરકાર હવે ખેડૂતોને મનાવવા એક પછી એક નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં સરકારે 14 જેટલા ખેતી પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં 14 પાકોની MSP વધારવાનો મોટો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે MSP વધારવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે આ પાકો માટે ટેકાના ભાવમાં વધારો કર્યો
કેન્દ્ર સરકારે ડાંગરના ભાવમાં 117 રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. ડાંગરની MSP 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 117 રૂપિયા વધુ છે.
તુવેરની એમએસપી 7550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 550 રૂપિયા વધુ છે. અડદની એમએસપી પ્રતિ ક્વિન્ટલ 7400 હશે, જે ગયા વર્ષની સરખામણીએ 450 વધુ છે, મગની એમએસપી 8682 પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 124 વધુ છે.
કપાસની નવી MSP 7121 રહેશે. જ્યારે તેની બીજી જાત માટે નવી MSP 7521 રૂપિયા હશે, જે પહેલા કરતા 501 રૂપિયા વધુ છે. મગફળીની એમએસપી 6783 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 406 રૂપિયા વધુ છે. એ જ રીતે, જુવારની એમએસપી 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 191 રૂપિયા વધુ છે.
જણાવી દઈએ કે, દેશભરના ખેડૂતો MSP વધારવા માટે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે ચર્ચાના અનેક રાઉન્ડ થયા છે. પરંતુ તે વાતચીતો અનિર્ણિત રહ્યાં છે. હવે સરકાર MSP વધારીને ખેડૂતોને લોલીપોપ આપી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
