Teka na bhav : કેન્દ્ર સરકાર ગુજરાત-યુપીમાંથી 13,890 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદશે
Teka na bhav : કેન્દ્ર સરકારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ 2025-26 સીઝન માટે આ બંને રાજ્યોમાં ટેકાના ભાવ (MSP) પર કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. આ ખરીદીથી ખેડૂતોને સીધો જ 13,890.60 કરોડનો લાભ થશે.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.

આ બેઠકમાં તેમણે જણાવ્યું કે આખી ખરીદી પ્રક્રિયા પારદર્શક અને સરળ હોવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતોને સીધો લાભ મળે અને વચેટિયાઓનો દબદબો ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
કઈ કઈ ખરીદીને મળી મંજૂરી?
ગુજરાત
- અડદ (Urad): 47,780 મેટ્રિક ટન - ₹372.68 કરોડ
- સોયાબીન (Soybean): 1,09,905 મેટ્રિક ટન - ₹585.57 કરોડ
- મગફળી (Groundnut): 12,62,163 મેટ્રિક ટન - ₹9,167.08 કરોડ
- મગ (Moong): 4,415 મેટ્રિક ટન - ₹38.71 કરોડ
ઉત્તર પ્રદેશ
- અડદ (Urad): 2,27,860 મેટ્રિક ટન (100% ખરીદી) - ₹1,777.30 કરોડ
- તૂવેર (Tur): 1,13,780 મેટ્રિક ટન (100% ખરીદી) - ₹910.24 કરોડ
- મગ (Moong): 1,983 મેટ્રિક ટન - ₹17.38 કરોડ
- તલ (Sesame): 30,410 મેટ્રિક ટન - ₹299.42 કરોડ
- મગફળી (Groundnut): 99,438 મેટ્રિક ટન - ₹722.22 કરોડ
આ ખરીદી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન આધાર-આધારિત બાયોમેટ્રિક અથવા ફેસિયલ ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા e-Samriddhi અને e-Samyukti જેવા ડિજિટલ પોર્ટલ દ્વારા થશે, જેથી ખેડૂતોને તેમના પાકનું વેચાણ કર્યા બાદ ચુકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા થાય. આ સિસ્ટમ વચેટિયાઓને દૂર કરશે અને ખેડૂતોને સમયસર પૈસા મળશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જરૂર પડ્યે ખરીદીના આંકડામાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે, જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે. આ પહેલથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહેશે અને તેમને આર્થિક રીતે મજબૂત થવામાં મદદ મળશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
