Kisan Drone Yojana : ડ્રોન ખરીદવા માટે ખેડૂતોને મળે છે 5 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લાભ લેવો?
કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો ખેડૂતો માટે સમયે સમયે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આ ક્રમમાં સરકાર ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવે તે માટે ખેડૂતોને આર્થિક સહાય આપે છે.
છેલ્લા કેટલાક સમયથી ટેકનોલોજીમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે અને ડ્રોન જેવી અતિઆધુનિક ટેકનોલોજી ખેડૂતો વાપરતા થયા છે. સરકાર ખેડૂતો ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરે તે માટે મોટી સહાય આપે છે.

ડ્રોનનો સૌથી મોટો ફાયદો એ છે કે મોટા વિસ્તારોમાં જરૂરી દવાઓને ટુંકા સમયમાં સરળતાથી અને સુરક્ષિત રીતે સ્પ્રે કરી શકાય છે. આનાથી ખર્ચ તો ઘટે જ છે અને સમયની પણ બચત થાય છે. જંતુનાશકોનો યોગ્ય સમયે ખેતરોમાં ઉપયોગ કરી શકાય છે.
ખેડૂત ડ્રોન યોજના
કેન્દ્ર સરકારે સરકારે દેશના ખેડૂતો એગ્રી ડ્રોન ખરીદવા માટે કિસાન ડ્રોન યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે અલગ-અલગ સબસિડી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ખેતી માટે ખરીદેલા ડ્રોન પર વિવિધ પ્રદેશો અને વર્ગના ખેડૂતોને વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવાની ભલામણ કરાઈ છે.. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી માટે ડ્રોન ખરીદવા માટે અનુદાનની જોગવાઈ છે.
આમાં પૂર્વોત્તર રાજ્યોના SC, ST, નાના અને મધ્યમ, મહિલાઓ અને ખેડૂતો માટે 50 ટકા અથવા વધુમાં વધુ 5 લાખ રૂપિયાની જોગવાઈ છે. દેશના અન્ય ખેડૂતોને 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ સુધીની સબસિડી અને ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને 75 સુધી સબસિડી આપવામાં આવે છે.
ડ્રોનના ઉપયોગથી જમીનનું મૂલ્યાંકન, રસાયણોના વધુ પડતા ઉપયોગથી બચવું, પશુધન વ્યવસ્થાપન, હવામાનની દેખરેખ, છોડના રોગો વિશે સમયસર માહિતી, જમીન અને ક્ષેત્રનું વિશ્લેષણ જેવા ફાયદા થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
